November 20, 2024

જૂનાગઢ જિલ્લા પોલોસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા _તાજેતરમાં જિલ્લામાં ભરતી કરવામાં આવેલ ગ્રામ રક્ષક દળજીઆરડી જવાનો પુરુષ 63 અને 10 મહિલા જવાનોની પાસિંગ આઉટ પરેડ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં ભેસાણ તાલુકાના પરબવાવડી પરબ ધામ ખાતે આવેલ ગ્રાઉન્ડમાં યોજવામાં આવી

Share to




💫 _તાજેતરમાં જૂનાગઢ *જિલ્લા પોલોસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા જૂનાગઢ જિલ્લામાં ભરતી કરવામાં આવેલ ગ્રામ રક્ષક દળ (જીઆરડી)ના જવાનોની તાલીમ શરૂ કરવામાં આવેલ છે…._

💫 _જૂનાગઢ *જિલ્લા પોલોસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા જિલ્લામાં ભરતી કરેલા ગ્રામ રક્ષક દળ (જીઆરડી)ના જવાનોની તાલીમ શરૂ કરવા આપેલ સૂચના આધારે જૂનાગઢ જિલ્લા ઇન્ચાર્જ જીઆરડી પીઆઇ ડી.આર. વંશ તથા સ્ટાફના હેડ ક્લાર્ક હિરાણી, માનદ અધિકારી હરસુખભાઈ લોઢીયા સહિતના સ્ટાફની ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લાના અલગ અલગ તાલુકા મથક ખાતે તાલીમ શરૂ કરવામાં આવેલ છે. જે પૈકી ભેસાણ અને જૂનાગઢ તાલુકાના પસંદગી પામેલા જીઆરડી જવાનોની તાલીમ ભેસાણ તાલુકાના પરબવાવડી પરબ ધામ ખાતે આવેલ પરબ ધામના ગ્રાઉન્ડમાં યોજવામાં આવેલ હતી. આ તાલીમ આપ્યા બાદ નવા ભરતી થયેલા અને તાલીમ પામેલા જીઆરડી જવાનો પુરુષ 63 અને મહિલા 10 મળી, કુલ 73 જવાનોની પાસિંગ આઉટ પરેડ પણ જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં ભેસાણ તાલુકાના પરબવાવડી પરબ ધામ ખાતે આવેલ ગ્રાઉન્ડમાં યોજવામાં આવેલ હતી. પાસિંગ આઉટ પરેડમાં ભેસાણ પીએસઆઇ કે.એમ.ગઢવી, પરબધામના મહંત કેતનબાપુ પણ ખાસ હાજર રહયા હતા અને પરેડ કરતા જીઆરડી જવાનોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. પાસિંગ આઉટ પરેડ બાદ નવા ભરતી પામેલા જીઆરડી જવાનોને ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા શપથ પણ લેવડાવવામાં આવેલ હતા તેમજ જીઆરડી જવાનોને પ્રમાણિકતા અને ખંતથી નોકરી કરવા સલાહ આપી હતી._

💫 _નવા ભરતી પામેલા જીઆરડી જવાનોની તાલીમ ભેસાણ તાલુકાના પરબવાવડી પરબ ધામ ખાતે આવેલ ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરવા બદલ પરબધામના મહંત કરસનદાસ બાપુ તથા કેતન બાપુનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. ઉપરાંત, જીઆરડી જવાનોને સુંદર તાલીમ આપવા બદલ ઇન્ચાર્જ જીઆરડી પીઆઇ ડી.આર. વંશ અને તેમની ટીમને અભિનંદન આપવામાં આવેલ હતા. આજ રીતે નવા ભરતી પામેલા જીઆરડી જવાનોની તાલીમ માંગરોળ, માણાવદર, મેંદરડા અને કેશોદ ખાતે પણ યોજાયેલ હતી. આ પ્રસંગે તાજેતરમાં પીએસઆઇ માંથી પીઆઇ નું પ્રમોશન મેળવનાર રિઝર્વ પોલીસ ઇન્સ. ડી.આર.વંશનો જીઆરડી વિભાગે વિદાય સમારંભ પણ યોજી, શુભેચ્છાઓ આપવામાં આવી હતી….._

મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
D, n, s, news


Share to

You may have missed