ડી એન એસ ન્યૂઝ 01-01-22
પ્રતિનિધિ / સતીશ વસાવા દૂરદર્શી ન્યૂઝ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટરે સ્ટાફના માણસો સાથે રાખી જુગાર રમતા છ જુગારીઓને ઝડપી પડતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નવાઅવિધા ( ખડોલી ) ગામની ગૌચર ની ખુલ્લી જગ્યામા બાવળીયાની ઓથમા મોબાઇલ ટોર્ચના અજવાળે નીચે બેસી કેટલાક ઇસમો ભેગા મળી પૈસા વડે પત્તા પાનાનો હારજીત નો જુગાર રમી રહ્યા હતા.
પોલિસે જુગારવાળી જગ્યાએ રેડ કરતા જુગાર રમતા ( ૧ ) વિક્રમભાઇ દીલીપભાઇ વસાવા ( ૨ ) મુકેશભાઇ રમેશભાઇ વસાવા ( ૩ ) અનિલભાઇ રમણભાઇ વસાવા ( ૪ ) સહદેવભાઇ શનાભાઇ વસાવા ( ૫ ) અભયભાઇ મહેશભાઇ વસાવા ( ૬ ) રાકેશભાઇ દિનેશભાઇ વસાવા તમામરહે.નવાઅવિધા ( ખડોલી ) તા.ઝઘડીયા જી.ભરુચ નાઓને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે . પોલિસે દાવ ઉપરના રોકડા રૂપિયા ૫૨૨૦ / – તથા જુગાર રમતા ઇસમોની અંગ ઝડતી ના રોકડા કુલ રૂપિયા ૬૦૫૦ / – મળી કુલ રૂપિયા ૧૧,૨૭૦ / – તથા મોબાઇલ નંગ -૦૪ કી.રૂ .૮૦૦૦ -મળી કુલ કી.રૂ .૧૯,૨૭૦ / – નો મુદ્દામાલ કબ્જે લઈ ઝડપાયેલા કુલ ૬ ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી
More Stories
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.