ડી એન એસ ન્યૂઝ 23-12-21 ભરૂચ
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા
નેત્રંગ તાલુકાના અને ઉમલ્લા પોલીસ મથકની હદમાં આવેલ ધોલેખામ ગામે ચુંટણીની અદાવતે મારામારીની બે ઘટનાઓ બનતા ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવા પામી છે. પ્રથમ ઘટનામાં મુન્નાભાઇ ગુમાનભાઇ વસાવા રહે.ગામ ધોલેખામનાએ ઉમલ્લા પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ ગતરોજ સવારના સાત વાગ્યાના અરસામાં મુન્નાભાઇ તેની મોટરસાયકલ પર ગામની વાસંતીબેનને બેસાડીને જતો હતો ત્યારે ભરતભાઇ ફતેસીંગના ઘર પાસે આવતા ભરતભાઇના ઘરમાંથી પ્રિયંકાબેન પ્રકાશભાઇ વસાવા દોડી આવી હતી અને મોટરસાયકલ આગળ ઉભી રહી ગયેલ, જેથી મુન્નાભાઇએ મોટરસાયકલ ઉભી રાખી હતી. તે વખતે પ્રિયંકાબેન બુમો પાડવા લાગી હતી, જેથી ઘરમાંથી પરેશભાઇ ભરતભાઇ વસાવા, પ્રદિપભાઇ ભરતભાઇ વસાવા, ભરતભાઇ ફતેસીંગભાઇ વસાવા તેમજ પ્રકાશભાઇ ભરતભાઇ વસાવા તમામ રહે.ધોલેખામના એક સંપ થઇને દોડી આવ્યા હતા અને મુન્નાભાઇ પર લોખંડના પાઇપ તેમજ દંડાથી હુમલો કરતા મુન્નાભાઇને માથાની ચામડી ફાટી જતા લોહી નીકળ્યુ હતું. ઉપરાંત ઢિકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ મુન્નાભાઇને ધમકી આપીને કહ્યુ હતુકે તમે અમારી સામે ચુંટણીમાં હારી ગયા છો, અમારા ફળિયામાં આવવુ નહી.
ઇજાગ્રસ્ત મુન્નાભાઇને નેત્રંગ સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. ઉમલ્લા પોલીસે મુન્નાભાઇની ફરિયાદ મુજબ એક મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મારામારીની બીજી ઘટનામાં ધોલેખામ ગામના વિજયભાઇ રેશ્માભાઇ વસાવાએ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતીકે ગતરોજ સાંજના સાતેક વાગ્યે ગ્રામ પંચાયતની ચુંટણીમાં વિજેતા થયેલ પ્રિયંકાબેન વસાવાનું વિજય સરઘસ લઇને ભરતભાઇ ફતેસીંગભાઇ આવતા હતા ત્યારે તે જોવા વિજયની દિકરી નિરલબેન ભરતભાઇના ઘરે ગઇ હતી. તેને બોલાવવા વિજયભાઇ ઘરેથી નીકળીને ભરતભાઇના ઘરે ગયા હતા. ત્યારે ગામના અશ્વિનભાઇ ચીમનભાઈ વસાવા, પ્રભુભાઇ બશલભાઇ વસાવા, બિપીનભાઇ ચીમનભાઇ વસાવા, કમલેશભાઇ ભુખીયાભાઇ વસાવા,દિનેશભાઇ શંકરભાઇ વસાવા, ચંદ્રસીંગ ઉક્કડભાઇ વસાવા, વિજયભાઇ મોહનભાઇ વસાવા, રોહિતભાઇ દિનેશભાઇ વસાવા, સીતાભાઇ ભારજીભાઇ વસાવા તેમજ જગદીશભાઇ મોહનભાઈ વસાવા તમામ રહે.ગામ ધોલેખામના એકસંપ થઇને દોડી આવ્યા હતા અને ગાળો બોલીને ત્યાં હાજર માણસોને ધિકાપાટુનો માર મારીને પત્થરોનો મારો ચલાવ્યો હતો. આ હુમલામાં વિજયભાઇને તેમજ અન્યને ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તોને નેત્રંગ સરકારી દવાખાને લઇ જવાયા હતા. ઉમલ્લા પોલીસે વિજયભાઇની ફરિયાદ મુજબ કુલ ૧૦ ઇસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.