November 22, 2024

ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧-૨ અને ગુજરાત નગર પાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ની પ્રીલીમિનરી પરીક્ષા ૨૬ ડિસેમ્બરે યોજાશે

Share to


ભરૂચના બાર પરીક્ષા કેન્દ્રો ખાતે ૩૦૬૧ ઉમેદવારો પરીક્ષા આપશે
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃ ગુરૂવાર :- ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્રારા ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧-૨ અને ગુજરાત નગર પાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ ની પ્રીલીમિનરી પરીક્ષા ૨૬ ડિસેમ્બર-૨૦૨૧ ના રોજ યોજાશે. આ પરીક્ષા બે સેશનમાં લેવાશે. પેપર-૧ સવારે ૧૦:૦૦ થી ૦૧:૦૦ અને પેપર-૨ ૦૩:૦૦ થી ૦૬:૦૦ લેવામાં આવશે.
આ પરીક્ષાનું આયોજન નિષ્પક્ષ, તટસ્થ, ભેદભાવરહિત તથા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને પરીક્ષા સમિતિની બેઠક યોજવામાં આવી હતી.
બેઠકમાં કલેકટરશ્રીએ ૧૨ કેન્દ્રો ખાતે પૂરતી સેવા જેવી કે કાયદા અને વ્યવસ્થા સચવાય તે માટે પોલીસ વિભાગને, આરોગ્ય વિભાગને આરોગ્ય પૂરતી સુવિધા સાથે ટીમ સાથે કેન્દ્ર ખાતે હાજર રહેવા તથા વિજ પુરવઠા ચાલુ રાખવા તથા એસ.ટી વિભાગને ઉમેદવારો સમયસર પહોંચી શકે તે માટે બસની સુવિધા રાખવા જેવી બાબતોએ જરૂરી સૂચનાઓ આપી હતી અને તેમને પરીક્ષાનું આયોજન પ્લાનીંગપૂર્વક થાય, એસ.ઓ.પી.નું પાલન થાય, સોંપેલી કામગીરી ગંભીરતા તથા સંવેદનશીલતાને ધ્યાને રાખી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવા ખાસ સૂચના આપવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નવનિત મહેતા અને શિક્ષણ નિરીક્ષકશ્રી દિવ્યેશભાઈ પરમારે પરીક્ષા સંદર્ભે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં ડીવાયએસપીશ્રી, પ્રાંત અધિકારીશ્રી એન.આર.પ્રજાપતિ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નવનિત મહેતા, સબંધિત અમલીકરણ અધિકારીગણ તથા પરીક્ષા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.


Share to