DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

crime scene, silhouette, body

રાજકોટમાં નાનાભાઈએ મોટાભાઈના માથામાં તલવારનો ઘા માર્યો

Share to

(ડી.એન.એસ)રાજકોટ,તા.૨૧

રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર કિસ્મતનગર શેરી નં.૪માં રહેતા હકાભાઇ છગનભાઇ ટોયટા (ઉં.વ.૩૫) નામના યુવાનની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે રૈયારોડ પર નાયરા પેટ્રોલ પંપ સામે રહેતા તેના નાના ભાઇ બાબુ ઉર્ફે નાથો છગનભાઇ ટોયટા વિરૂદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ નાના ભાઇ બાબુની પત્ની છેલ્લા ત્રણ વર્ષથી રિસામણે હોય જેની ચર્ચા કરવા માટે તેઓ ગઇકાલે તેના ઘરે ગયા હતા. ત્યારે આરોપી બાબુએ ‘તારા લીધે જ મારી પત્ની સાથે મારે સમાધાન થતું નથી’ તેમ કહી ઉશ્કેરાય જઇ માથામાં તલવારનો ઘા ઝીંકી દીધો હતો. આથી યુવાન ત્યાંથી જીવ બચાવી ભાગી ગયો હતો અને ૧૦૮માં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેને માથામાં છથી સાત જેટલા ટાકા આવ્યા હતા. આ અંગે યુનિવર્સિટી પોલીસે હકાભાઇની ફરિયાદ પરથી તેના નાનાભાઇ બાબુ સામે ગુનો નોંધી હેડકોન્સ. બી.જે.ખેરે વધુ તપાસ હાથ ધરી છે રાજકોટમાં રૈયારોડ પર નાના ભાઇએ ઝઘડો કરી તારા લીધે મારે પત્ની સાથે સમાધાન થતું નથી કહી મોટા ભાઇને માથામાં તલવારનો ઘા ઝીંકી દીધો હતો. આથી ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. આ અંગે યુનિવર્સિટી પોલીસે હુમલાખોર નાના ભાઇ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share to

You may have missed