October 4, 2024
kite, boy, kid

શિયાળો અને મકર સંક્રાંતિમાં તલની ખપ વચ્ચે ભાવમાં વધારો

Share to

ડી.એન.એસ),નવીદિલ્હી,તા.૨૧

મકર સંક્રાંતિના તહેવાર દરમિયાન તલની માગ રહે છે, પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ તેનું વિશેષ મહત્વ છે. સફેદ તલમાં આરોગ્યપ્રદ આયર્ન, કોપર, વિટામિન મ્૬ હોય છે, તેનાથી રક્ત કોશિકાઓ સરળતાથી રચાય છે અને કાર્ય કરે છે. આ ઉપરાંત, તલ એ ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે, જે કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ્‌સને ઘટાડવામાં મદદ કરે છે તેથી તેની માગ રહે છે.અત્યાર સુધી ખરીફ સહિત તમામ પાકોના ઉત્પાદનમાં ઘટાડાનું એકમાત્ર કારણ કમોસમી વરસાદ છે. તેથી મકર સંક્રાંતિના પર્વે તલના ભાવમાં સતત વધારો થશે. ખેડૂતો ઉત્પાદન વધારવા માટે એક અથવા વધુ વિકલ્પો અપનાવે છે, પરંતુ દેશમાં તલની ઉપજ ઘટી રહી છે કારણ કે પ્રતિ એકર ઉત્પાદન અન્ય પાકો કરતા ઓછું છે પરિણામે રાજ્યમાં તલના ભાવમાં ૪૦ થી ૫૦ રૂપિયાનો વધારો થયો છે. છેલ્લા ચાર મહિનામાં એક અંદાજ મુજબ આ વર્ષે માત્ર ૩ લાખ ૨૫ હજાર મેટ્રિક ટનનું જ ઉત્પાદન થઈ શકશે. કમોસમી વરસાદને કારણે તલની ગુણવત્તા પર પણ અસર પડી છે. વરસાદના કારણે માત્ર ઉત્પાદનમાં ઘટાડો જ નહીં પરંતુ તલની ગુણવત્તામાં પણ ઘટાડો થયો છે, જ્યારે આ જ વરસાદને કારણે હલકી ગુણવત્તાના તલના ઉત્પાદનમાં પણ વધારો થયો છે. આવી સ્થિતિમાં મકર સંક્રાંતિના તહેવાર દરમિયાન સારી ગુણવત્તાના તલની વધુ માગ રહે છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને ઓડિશા સહિતના આ રાજ્યોમાં તલની ખેતી થાય છે. વરસાદના કારણે તલના સ્થાનિક ઉત્પાદનમાં ઘટાડો થયો હોવા છતાં અન્ય તલ ઉત્પાદક દેશોમાં પણ ઉત્પાદનમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. દેશમાં અંદાજે ૫ લાખ મેટ્રિક ટન ઉત્પાદન થવાની ધારણા છે, જાેકે તેમાં ૨૫ ટકાનો ઘટાડો થઈ શકે છે. આફ્રિકામાંથી તલની આયાત પણ બંધ થઈ ગઈ છે. એટલું જ નહીં આયાત-નિકાસ માટે જરૂરી કન્ટેનરના ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો છે.


Share to

You may have missed