ભરૂચ મતગણતરી કેન્દ્ર પર મહિલા પોલીસ ૫ મહિનાના સંતાનને લઈ ફરજ બજાવી

Share to

(ડી.એન.એસ)ભરૂચ,તા.૨૧

એક તરફ વિવિધ ગામોમાં સરપંચ, સભ્યો પદના ઉમેદવારો, સમર્થકોનો પડાવ કોલેજ બહાર ર્ંન્ડ્ઢ દ્ગૐ ૮ ઉપર જાેવા મળ્યો હતો. તો બીજી તરફ મતગણતરી કેન્દ્રમાં તબક્કાવાર મતગણતરી ચાલી રહી છે ત્યા મતગણતરી કેન્દ્રમાં પોલીસ કર્મચારીઓનો સ્ટાફ સુરક્ષા-બંદોબસ્ત તેમજ કાયદો-વ્યવસ્થા જાળવવામાં ખડેપગે જાેવા મળ્યો હતો. આ ટાણે જ ખુરશી ઉપર બેસેલી મહિલા પોલીસ કર્મચારી તેની મતગણતરીની ફરજ સાથે ખોળામાં તેના ૫ થી ૭ મહિનાના બાળકને લઈ માતૃત્વ તરીકેની ફરજ પણ નિભાવતી જાેવા મળી હતી. પોતાના વ્હાલસોયા સંતાનને એક માતા માતૃત્વની હૂંફ અને પ્રેમ આપવા સાથે લોકશાહીના પર્વ સમાન ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતગણતરી સ્થળે સુરક્ષા અને સલામતી જાળવવામાં મહિલા પોલીસની ફરજના ભાગરૂપે તહેનાત જાેવા મળી હતી. વહેલી સવારથી જ મતગણતરીને લઈ પોલીસ બંદોબસ્ત માટે આ મહિલા પોલીસ કર્મચારીને હાજર થઈ જવાનું હતું. ઠંડી વચ્ચે પોતાના બાળકની સંભાળ અને ઈલેક્શન ડ્યુટીની બેવડી જવાબદારી આ મહિલા પોલીસ સુપેરે અદા કરતી નજરે પડી રહી હતીભરૂચ જિલ્લાની ૪૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી બાદ આજે મતગણતરી ચાલી રહી છે. ત્યારે ભરૂચ તાલુકાની ૫૦ ગ્રામ પંચાયતો માટેની મતગણતરીમાં કે.જે. પોલીટેક્નિક ખાતે માતૃત્વ અને ફરજની ડબલ ડ્યુટી નિભાવતી મહિલા પોલીસ કર્મચારી જાેવા મળી હતી. કે.જે.પોલીટેક્નિક ખાતે તાલુકાની ૫૦ ગ્રામ પંચાયતોની મતગણતરી મંગળવારે સવારથી શરૂ થઈ ગઈ હતી.


Share to