September 7, 2024

અખિલેશે યુપીમાં આઈટીના દરોડા પર યોગી સરકાર પર પ્રહાર કર્યા

Share to

(ડી.એન.એસ),નવીદિલ્હી,તા.૨૧

લખીમપુરની ઘટનાને લઈને અખિલેશ યાદવે યોગી સરકારને પૂછ્યું કે સરકાર જણાવે કે લખીમપુરમાં બુલડોઝર ક્યારે ચાલશે. સૌથી વધુ માફિયા ભાજપમાં છે. તેઓ પહેલા મુખ્યમંત્રી છે, જેમણે પોતાના કેસ પાછા ખેંચ્યા છે. અખિલેશ યાદવે કહ્યું કે આપણે બધા જ્ઞાતિની વસ્તી ગણતરી ઈચ્છીએ છીએ. સપા સરકાર બન્યાના ત્રણ મહિનામાં જાતિ ગણતરી કરીને દરેકને વસ્તીના હિસાબે અધિકાર મળશે. જાહેર સભા બાદ અખિલેશે વિજય યાત્રા એટા માટે રવાના કરી હતી. આ પ્રસંગે સુહેલદેવ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રેમચંદ્ર કશ્યપ હાજર રહ્યા હતા.સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે મંગળવારે મૈનપુરીના ક્રિશ્ચિયન મેદાનમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે સીએમ યોગી આદિત્યનાથ અને ભાજપ પર નિશાન સાધ્યું હતું. અખિલેશ યાદવે સપા નેતાઓના ઈન્કમ ટેક્સના દરોડા પર કહ્યું કે કાકા શિવપાલ યાદવને સાથે લેવામાં આવ્યા તો તપાસ શરૂ થઈ ગઈ છે. ભાજપને વિધાનસભા ચૂંટણીમાં પોતાની હાર દેખાવા લાગી છે. એટલા માટે દિલ્હીથી તપાસ અધિકારીઓ મોકલવામાં આવ્યા છે, પરંતુ સમાજવાદીઓ ડરતા નથી. અખિલેશ યાદવે કહ્યું કે ખેડૂતોએ લોકડાઉનમાં કામ કરીને દેશની આર્થિક વ્યવસ્થાને બચાવી છે. સપાની સરકાર બનશે તો ખેડૂતોના હિતમાં કામ કરશે. જેમની નોકરી છીનવાઈ છે, તેમને સન્માન મળશે. ભાજપ સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે બાબાની સરકારમાં કાયદો અને વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે. સરકારે ખાતરની ચોરી કરી છે. ભાજપના લોકો ગરીબોના હક્કો લૂંટી રહ્યા છે. આ સરકાર ઉપયોગી નહીં બીનઉપયોગી છે. તેમણે કહ્યું કે, ભાજપ સરકાર એક્સપ્રેસ વેની બાજુમાં માર્કેટ બનાવવાનું કામ પૂર્ણ કરી શકી નથી. સપા સરકારે બનાવેલી મંડીઓની સંખ્યા આજે પણ એટલી જ છે. નેતાજીએ જે રસ્તા આપ્યા, તે રસ્તા પહોળા ન થયા. તેમણે કહ્યું કે ભાજપની રેલી એ સરકારની રેલી છે. સપાની રેલી એ જાહેર રેલી છે. તેમણે જનતા પાસેથી ભાજપને દૂર કરવાનો સંકલ્પ લીધો છે. આ ઐતિહાસિક રેલી કહી રહી છે કે ભાજપની ઐતિહાસિક હાર થશે.


Share to

You may have missed