democrats, america, vote

અંકલેશ્વરના ટેલવા ગામમાં હુસેનાબેબી નાસિર મલેકનો વિજય

Share to

(ડી.એન.એસ)ભરૂચ,તા.૨૧

ભરૂચ જિલ્લાની ૪૧૩ ગ્રામ પંચાયતોમાં યોજાયેલી ચૂંટણીમાં ગત ટર્મ કરતાં ૫.૧૩ ટકા ઓછુ મતદાન થયુ હતું. સૌથી વધુ નેત્રંગ તાલુકાની પંચાયતોનું ૮૪.૮૮ અને સૌથી ઓછું અંકલેશ્વર ૬૭.૧૬ ટકા મતદાન નોંધાયું હતું. જિલ્લાના ૯ તાલુકાઓમાં કુલ ૯ સ્થળે ૪૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણીના મતદાનની ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં મતગણતરી ૧૧૨ જેટલા ટેબલ ઉપર હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે , ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગત ૨૦૧૬ કરતા મતદાન ૫.૧૩%નો ઘટાડો આ વખતે નોંધાયો છે. નોંધાયેલા ૭.૨૦ લાખ મતદારો પૈકી ૫.૫૧ લાખ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં પુરુષ મતદાન ૭૭.૪૩ ટકા અને મહિલા મતદાન ૭૫.૯૬ ટકા નોંધાયું છેગ્રામપંચાયતની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. જિલ્લાના ૯ તાલુકાઓમાં કુલ ૯ સ્થળે ૪૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણીના મતદાનની ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં મતગણતરી ૧૧૨ જેટલા ટેબલ ઉપર હાથ ધરાઈ છે. અંકલેશ્વર તાલુકાના ટેલવા ગામના પરિવર્તન પેનલના હુસેનાબેબી નાસિર મલેકનો ૬ મતોથી વિજય થયો છે.


Share to