October 4, 2024
democrats, america, vote

કલોલના ગણપતપુરામાં સરપંચના ઉમેદવારોને સરખા મત મળ્યા

Share to

(ડી.એન.એસ)ગાંધીનગર,તા.૨૧

ગાંધીનગર જિલ્લાના દહેગામ, માણસા, કલોલ અને ગાંધીનગર એમ ચારેય તાલુકાની મળીને કુલ ૧૭૯ ગ્રામપંચાયતોની ચૂંટણી માટે ફોર્મ ભરાઇ ગયા પછી જિલ્લાની કુલ ૨૨ જેટલી ગ્રામપંચાયતો સંપુર્ણ સમરસ થઇ હતી. જેમાં ગાંધીનગર તાલુકાની ૫૪ પૈકી બે ગ્રામપંચાયતો, દહેગામની ૮૪ પૈકી નવ, કલોલની ૧૧માંથી એક પણ નહીં. જ્યારે માણસાની ૩૦ ગ્રામપંચાયતોમાંથી ૧૧ ગ્રામપંચાયતો સંપુર્ણ સમરસ થઇ હતી . જ્યારે દહેગામ અને માણસાની બે-બે તથા કલોલની એક ગ્રામપંચાયતમાં સરપંચની બેઠક તો બિનહરિફ થઇ હતી. જે બાદ ૧૯ મી ડિસેમ્બરે ૧૫૬ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી. આજે જિલ્લાના ચાર સેન્ટરો પર મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ગાંધીનગરની ૫૨ ગ્રામ પંચાયત માટે સેક્ટર-૧૫ ખાતે આવેલી સરકારી વિનયન કોલેજ, દહેગામ તાલુકાની ૭૫ ગ્રામપંચાયતો માટે આર્ટ્‌સ એન્ડ કોમર્સ કોલેજ દહેગામ જ્યારે કલોલ તાલુકાની ૧૧ ગ્રામપંચાયત માટે ટેકનીકલ સંસ્થા તેમજ માણસામાં એસડી આર્ડ્‌સ એન્ડ બીઆર કોમર્સ કોલેજ ખાતેથી માણસા તાલુકાની ૧૮ ગ્રામપંચાયતોની મતગણતરી પ્રારંભ કરી દેવાઈ છે. ત્યારે હાલમાં કલોલના ગણપત પૂરા ગામમાં સરપંચ પદના ઉમેદવારો વચ્ચે ટાઈ પડી છે. બંને ઉમેદવારોને સરખા સરખા મત મળ્યા હોઇ ફરીવાર મત ગણતરી કરીને ચિઠ્ઠી ઉછાળીને સરપંચ ઉમેદવાર જાહેર કરાશે તેમ જાણવા મળ્યું છેગાંધીનગર જિલ્લાના દહેગામ, માણસા, કલોલ અને ગાંધીનગર એમ ચારેય તાલુકાની ૧૫૬ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ૫૩૯ સરપંચ અને ૧૩૨૩ વોર્ડ સભ્યો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચારેય તાલુકાના ૪ લાખ ૧૦ હજાર ૧૧૭ મતદારો એ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જે અન્વયે આજે જિલ્લાના ચાર તાલુકા મથકો પર મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે.


Share to

You may have missed