November 19, 2024

ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી અંતર્ગત૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવી

Share to


૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે
ખાસ રજા મંજૂર કરવાની રહેશે
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃ ગુરૂવારઃ- ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી મતદાન તા.૧૯/૧૨/૨૦૨૧ ના રોજ સવારના ૦૭:૦૦ કલાકથી સાંજના ૦૬:૦૦ કલાક સુધી યોજાનાર છે ત્યારે જે તે વિસ્તારના ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પલોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એક્ટ, ૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ રજા મંજૂર કરવાની રહેશે. કર્મચારીના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં. જે કોઈ માલિક જોગવાઈ વિરૂધ્ધનું વેતન કરશે તો દંડ અને શિક્ષાને પાત્ર રહેશે એમ મદદનીશ શ્રમ આયુક્ત ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.


Share to

You may have missed