છોટા ઉદેપુર જીલ્લામાં ગ્રામ પંચાયતની ચૂટણીમાં દીવસે ને દીવસે માહોલ જામી ગયો છે. ત્યારે અવનવી વાતો બહાર આવી રહી છે. ત્યારે મુંબઈની મોડેલે પણ માદરેવતનમાં સરપંચના પદ માટે ચૂટણી લડવાનો નિર્ધાર કરીને ચૂટણીના મેદાનમાં ઉતરી છે.
છોટા ઉદેપુર જીલ્લાના સંખેડા તાલુકાનાં કાવીઠા ગામમાં પહેલીવાર સરપંચપદ માટે સામાન્ય મહિલાની બેઠક આવી છે ત્યારે ચાર ચાર મહીલાઓએ ઉમેદવારી કરી છે. જેમાં કાવીઠા ગામની અને મૂંબઈમાં મોડેલીંગ કરતી એશ્રા (નિપા) પટેલે પણ સરપંચ પદ માટે ઉમેદવારી કરી છે. એશ્રા પટેલ વર્ષોથી મુંબઇમાં રહીને મોડેલીંગ કરે છે અને લગભગ ૧૦૦ કરતાં પણ ઊંચી બ્રાન્ડ્સને પ્રમોટ કરવા માટે મોડેલીંગ કર્યું છે.
એશ્રા પટેલે પોંડ્સ, પેંટિન, પ્રોવોગ, એશીયન પેઇંટ્સ, રેમંડ શૂટિંગ્સ, શાહરુખખાન સાથે ફેર એન્ડ હેન્ડસમ, લેક્મે, જેટ એરવેઝ, પીઝા હટ, નોવોટેલ હોટેલ્સ, પુમા અને અમિતાભ બચ્ચન સાથે કેન્સર અવેરનેસ માટે પણ મોડેલીંગ કર્યું છે.
મોડેલ એશ્રા પટેલે શા માટે સરપંચ પદ માટે ઝંપલાવ્યું ? આવો જાણીએ તેઓના આજ શબ્દોમાં
લોકડાઉનમાં માદરેવતન કાવીઠામાં રહેવાનો અનુભવ લીધો, અને લોકડાઉનમાં કેટલાક લોકોને કોરોના થયો ત્યારે સારવાર માટે પૈસા ન હતા આટલું જ નહીં દવાખાને લઇ જવાવાળું ન હતું. એ લોકોને તો એ પણ ખબર ન હતી કે કોરોના શુ છે, પણ એ લોકો ઝઝૂમી રહ્યા હતા તેને જોઈને મને લાગ્યું કે મારાથી બને તેટલી હું મદદ કરું. ચોમાસામાં એટલોબધો વરસાદ પડ્યો ત્યારે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, તો કેટલાકના ઘરમાંથી પાણી ટપકતું હતું, અહીંના મોટાભાગના લોકોને છ મહિના સુધી ઘરે બેસી રહેવું પડે, બધા મજૂરી પર જીવવાવાળા છે,
મારી જિંદગીમાં તો બધું સારું જ છે. હું દુનિયાના ઘણાબધા દેશમાં ફરી છું, ડેવલોપમેન્ટ દુનિયાભરમાં છે તો મારા ગામમાં કેમ નહિ ? એટલે મને થયું કે મારે કાંઈક કરવું જોઈએ. અહીંયા હમણાં તો સરપંચ છે પણ વહીવટ બીજો કરે છે. કામ થતા નથી, જેઓને મજુરી મળતી હોય તેઓને મનરેગા હેઠળ મજૂરી પુરી પાડવાની એ પૈસા ખીસામાં નાખે છે. લોકો માટે કોઈને કામ નથી કરવું, એટલે મને મારા દિલથી થયું કે કાંઈક કરું,
મોડેલ એશ્રા પટેલ સરપંચ પદે ચૂટાય તો પ્રાયોરિટી શું હશે ?
હું અહીંયા રહેતી હતી ત્યારે શાળાએ જવા માટે બસ ન હતી, અડધા દિવસ બસ આવે અડધા દિવસ ના આવે, હમણાં તો એકપણ દિવસ બસ નથી આવતી. ઘણાબધા એવું કહે છે કે અહીંયા બસ નથી આવતી એટલે અમે છોકરાઓને શાળાએ મોકલતા નથી. શિક્ષણ નો અભાવ રહેશે તો એમને સમજ કેવી રીતે પડશે. લોકો એમને છેતર્યા જ કરશે. મારે એ લોકોને શિક્ષણ આપવું છે. બીજું ચોમાસામાં અહિયા ઘૂટણસમા પાણી હતા અત્યારે એક સગર્ભા મહિલાને ઊંચકીને લાવવી પડી હતી. ત્યાં કોઈ ગાડી પણ જઇ ના શકે તેવી હાલત હતી. એટલે જ્યાં રસ્તા નથી ત્યાં રસ્તા બનાવવા છે. કેટલા બધા લોકો પાસે પાકા ઘર નથી, ઘર તો છોડો હમણા તો પાણી પડે છે. કોઈપણ જાતની સગવડ જ નથી.તેવા લોકોને આવાસ અપાવવું છે. શાળામાં ગઈ ત્યારે જોયું હતું કે શાળામાં જે ખાવાનું આપે છે તેમાં પાને એજેવી દાળ આપે છે તેમાં શું એ લોકોને શું પોષણ મળે ? સરકારમાથી નહિ આવે તો મારા પોતાના ખીસ્સામાંથી પૌષ્ટિક આહાર આપીશ જ. આ સીવાય પણ અઘના બધા કામો કરવા છે. બાળકો માટે રમતગમતના મેદાન મળે, વૃદ્ધ લોકોનો કોઈ આધાર નથી એ લોકો માટે કાઇક કરી શકું, મારે મારા ગામ માટે કાઇક કરવું છે. એ મારી ફરજ બને છે.
મોડેલ અને સરપંચ વચ્ચે સમન્વય કેવી રીતે કરશો ?
એશ્રા પટેલને જ્યારે સવાલ કર્યો કે તમે એક મોડેલ અને સરપંચ વચ્ચે સમન્વય કેવી રીતે કરશો ? ત્યારે જણાવ્યુ કે હું એ નક્કી કર્યું છે હું ગ્લેમર ઈન્ડસ્ટ્રીની સુખ સાહ્યબી મને મળે છે. બોમ્બેએ મને ઘણું બધુ આપ્યું છે. બહુ ઇંપોર્ટન્ટ હશે તો હું જઈશ. પણ મારી પહેલી પ્રાયોરીટી મારુ ગામ જ હશે. મારે જે લોકોને ઘર આપવાના છે તેમણે ઘર, રોજગારી નથી તેઓને રોજગારી અપાવીશ, જે લોકોના બાળકો હેરાન થઈ રહ્યા છે. શાળાએ જવા સગવડ નથી તેઓ માટે સગવડ કરાવીશ. મારાથી જેટલી બનશે દુનિયામાં જેટલી સગવડ છે તે બધી જ સગવડ લાવવાનો પ્રયત્ન કરીશ.
અલ્ફેઝ પઠાણ છોટાઉદેપુર
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.