૫૦૦ ફટે પાણી નસીબ થયું પરંતુ સરકાર ની યોજના નો ફતવો ૩૦૦ ફટ સુધી જ પાઇપ, મોટર ઉતરવાની, હવે કરવાનું શુ ?.
ફતવાને લઇને છતાં પાણી એ પ્રજા તરસે મરે, આનુ નામ જ સૌનો સાથ સૌનો વિકાસ.
પ્રતિનિધિ દ્વારા નેત્રંગ. તા ૧૨ જુન,૨૦૨૧.
નેત્રંગ ટાઉન મા એક ફળીયા વિસ્તારમાં ગ્રામપંચાયત દ્રારા પાંચ માસ અગાઉ ઉનાળાની સિઝન મા પીવાના પાણી ની સમસ્યા હલ કરવાં માટે એડવાન્સ મા બે બોર કરાવી દીધા બાદ એક બોરમા મોટર ઉતારી પાણી આપવાનું શરૂ કરી દીધું તો બીજા બોરમા આજની તારીખ માં પણ બોરમા પાઇપ, મોટર ઉતારવામાં આવી નથી. જેને લઇને રહીશો મા રોષ જોવા મળી રહયો છે.
તો બીજી તરફ પછાત તેમજ પથ્થરાળ વિસ્તાર હોવા ને લઇને વઁષો થી પાણી ના સ્તર ૫૦૦ ફટ થી પણ નીચે ઉતરી ગયા છે. આ હકીકત તંત્ર મા બેઠેલા ઉચ્ચ અધિકારીઓ, થી લઇને પદાઘિકારીઓ જાણતા હોવા છતાય, ૩૦૦ ફટ સુધી જ બોર ની મંજુરી ને લઇને લાખો કરોડો રુપિયા સરકાર ના બરબાદ કરી રહયા છે.
નેત્રંગ ટાઉન ના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ જલારામ ફળીયા વિસ્તારમાં ગ્રામપંચાયત દ્રારા પાંચ માસ અગાઉ ઉનાળાની સિઝન મા પીવાના પાણી ની સમસ્યા હલ કરવાં માટે બે બોર કરવામાં આવ્યા છે. આ બન્ને બોરો મા ૫૦૦ ફટ ની ઉંડાઇ બાદ સારા પાણી નસીબ થયા છે.
ત્યારે ગ્રામપંચાયત ના સતાધિશો દ્રારા એક બોરમા પાઇપ,મોટર ઉતારી પાણી માટે સુખ કરી આપવામાં આવેલ છે. જયારે બીજા બોર થયેલ છે. તે વિસ્તારમાં ગ્રામપંચાયત ના પુવઁ સભ્ય અને હાલમાં ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન ના કારોબારી મહિલા કાયઁકર ના ધર સામેજ થયેલ બોર મા કયા કારણો સર ગ્રામપંચાયત દ્રારા બોર મા પાઇપો તેમજ મોટર નાખવામાં નથી આવી તે રહીશોને સમજાતું નથી.
આ બાબતે તપાસ કરતા રહી રહીને જાણવા મળેલ છે. કે સરકાર નો નિયમ ૩૦૦ ફટ સુધી જ બોર કરાવાની મંજુરી મલે છે.
અહિયા કરવામાં આવેલ બોરમા ૫૦૦ ફટ બાદ પાણી ફળીયા વાળા ને નસીબ થાય છે.
ત્યારે વધારા ના ૨૦૦ ફટ માટે પાઇપો તેમજ હેવી મોટર જોઇએ તે માટે જલારામ ફળીયા વિસ્તારના રહીશો ખચઁ આપે તો તેઓને પાણી નસીબ થયા તેમ હોવાનું આધારભુત વઁળતુર દ્રારા જાણવા મળેલ છે.
નેત્રંગ ટાઉન સહિત પંથક નો તમામ ગ્રામ્ય વિસ્તાર ડુંગરાળ અને પથ્થર વિસ્તારમાં હોવાથી જળસંચય નો પહેલેથી અભાવ છે. ટાઉન થી લઇને તાલુકા ના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ના સ્તર ૫૦૦ ફટ થી નીચે ઉતરી ગયા છે. જેને લઇને દર ઉનાળાની સિઝન મા નેત્રંગ ટાઉન સહિત તાલુકા ના અનેક ગામડાઓમાં પાણી ની તંગી જોવા મળી રહી છે.
પાણી ના સ્તર નીચે હોવા બાબત થી ઉચ્ચ અધિકારીઓ,પદાઘિકારીઓ વાકેફ હોવા છતાં પણ ૩૦૦ ફટ સુધી ના જ બોર થી લોકોને પાણી નસીબ થતું નથી, અને લાખો કરોડો રુપિયા નો ખચઁ સરકાર નો વેડફાઇ રહ્યો હોવા છતાં આ બાબતે આજ દીન સુધી તેરી મેરી ચુપ ના સુત્ર મુજબ કામગીરી ચાલી રહી છે.
જલારામ ફળીયા વિસ્તારમાં તાત્કાલીક બોરમા પાઇપો તેમજ મોટર ફીટ કરવામાં બાબતે તાલુકા વિકાસ અધિકારી ધ્યાન આપે અને બોરની વધારાની ઉંડાઇ નુ તેમજ મોટર, પાઇપ નો ખચઁ બાબતે ઉચ્ચ કક્ષા એ રજુઆત કરી ને યોગ્ય ધટતુ કરે તેવું ટાઉન ની પ્રજા ચચાઁઇ રહયું છે.
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ
જલારામ ફળીયા વિસ્તારમાં ૫ માસ થી બોર થયો પરંતુ મોટર,પાઇપ નહિ, ફીટ કરવામાં આવતા લોકો મા તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહયો છે.
More Stories
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.
એકબીજાને સમજતા થઇએ, સમજતા થઇશું તો સમજાવવાનો તબક્કો જ નહીં આવે- ડો. મતાઉદ્દીન ચિશ્તી