November 21, 2024

નેત્રંગના આજોલી ગામે જંગલ ખાતાના બીટ ગાર્ડ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદસાગના ઝાડ સાથે બાથબિડાવી ઢોર માર મારતાં શ્રમજીવીના પગે ફેક્ચર

Share to


*કર્મચારીના અમાનુષી વલણ પ્રત્યે નેત્રંગ પંથકમાં ઘેરાં પ્રત્યાઘાત*

તા.૧૨-૬-૨૦૨૧ નેત્રંગ,


નેત્રંગના આંજોલી ગામમાં સુકા લાકડાં કાપવા ગયેલાં શ્રમજીવીને જાતિ વિષયક ગાળો ભાંડી સાગના ઝાડ સાથે બાથબિડાવી ઢોર માર મારતાં બીટ ગાર્ડ મહેશ વાઘેલા વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સરકારી કર્મચારીઓનું આ પ્રકારની
દાદાગિરિ અને અમાનુષી વલણ પ્રત્યે નેત્રંગ પંથકમાં ઘેરાં પ્રત્યાઘાત પડ્યા હતા. ગ્રામ લોકએ આ ધટનાને વખોડી ઈસમને સજા મળે એવી માંગ કરી હતી.
નેત્રંગના આંજોલીનાં ખેત મજુર જોરિયા માનસિંગ વસાવા મંગળવારે સવારે આંજોલી ગામની સિમમા સૂકાનેત્રંગલાકડાં કાપવા ગયા હતાં. તે અરસામાં જંગલ ખાતાના બીટ ગાર્ડ મહેશ વાઘેલા અને અન્ય બે અજાણ્યાં ઈસમોએ જોરિયા માનસિંગ વસાવાને પકડી જાતિ વિષયક ગાળો ભાંડી હતી. જોરિયા માનસિંગ વસાવાને સાગનાં લાકડાંથી જાંઘ ઉપર ઉપરી સપાટા માર્યા હતાં. ત્યાંથી જોરીયા વસાવા ઘરે આવી ગયા હતા. બીજા દિવસે પથારીમાંથી ઉભા ન થવાથી ઈજાગ્રસ્તને શ્રમજીવીને 108 મારફતે નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર ખસેડવામા આવ્યા હતાં. નેત્રંગથી. પ્રાથમિક ટ્રિટમેન્ટ બાદ વધુ સારવાર અર્થે ડોક્ટરની સલાહ પ્રમાણે ખાનગી હોસ્પિટલ દાખલ થયાં હતાં. ત્યાં બને પગનું એક્સ – રે કરતા જોરિયા માનસિંગ વસાવાને ડાબા પગે ફેક્ચર થયુ હતું. બીટ ગાર્ડ વડે ઢોરમાર મરવામાં આવતા નેત્રંગ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ નોંધવામાં આવી હતી. નેત્રંગ પોલિસે એફઆઈ આર નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to

You may have missed