પ્રતિનિધિ / સતીશ વસાવા / દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા. 05/12/21
છેલ્લા દિવસ દરમિયાન પણ ઝઘડિયાની મામલતદાર કચેરી ખાતે ગ્રામપંચાયત ના ઉમેદવારો માટે ફોર્મ ભરવા આવેલ લોકો નો મેળાવડો જામ્યો..
સમગ્ર ગુજરાત માં ગ્રામ પંચાયતોની ચૂંટણી ને લઈ ચૂંટણી નું રણસિંગું ફૂકાઈ ચૂક્યું છે ત્યારે આજે અંતિમ દિવસે ઝઘડિયા ની મામલતદાર કચેરી ખાતે ગ્રામપંચાયતો ના સરપંચો તેમજ સભ્ય ના ઉમેદવારો ના ફોર્મ ભરવા તેઓના સમર્થકો સાથે ઉમટી પડ્યા હતા…વાત કરવામાં આવે તો અત્યાર સુધી ઝઘડિયા તાલુકા માં 74 ગ્રામપંચયત માંથી 303 સરપંચ ના દાવેદારો એ ઉમેદવારી નોધાવી હતી તો 1579 ગ્રામપંચાયત ના સભ્યો એ ઉમેદવારી નોંધાવી કુલ 1882 ફોર્મ ભરી ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી છે હવે 6 ડિસેમ્બર ના રોજ ફોર્મ ચકાસણી કરવામાં આવશે ત્યાર બાદ 7 ડિસેમ્બર ના રોજ ઉમેદવારી પરત ખેંચી શકાશે ત્યાર બાદજ ચોક્કસ ચિત્ર બહાર આવશે પરંતુ હાલતો તાલુકા ના દરેક ગામે ગામ પ્રચાર જોરશોર થી શરૂ થઈ ગયો છે..
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો