(ડી.એન.એસ)અમદાવાદ,તા.૪
છેલ્લા દોઢએક વર્ષથી આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પગપેસારો કર્યો છે, જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છછઁએ ભાજપ-કોંગ્રેસનો મુકાબલો કરી સુરત મહાનગરપાલિકા સહિત જિલ્લા-તાલુકા પંચાયતોમાં પણ બેઠકો મેળવી હતી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આપ માટે સત્તાધારી ભાજપ સહિત વિરોધપક્ષ કોંગ્રેસનો પણ મુકાબલો કરવાનો છે. આપ વિધાનસભાની ચૂંટણીમાં દિલ્હીના કેજરીવાલ મોડલને મુખ્ય મુદ્દે બનાવી પ્રજાનો વિશ્વાસ હાંસલ કરવા માટે આગળ વધી રહી છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સહિતના નેતાઓની ગુજરાતની અવરજવર વધી ગઈ છે.
દિલ્હીના છછઁનાં નેતા, ધારાસભ્ય અને શિક્ષણ-ક્રાંતિની નાયિકા આતિશી માર્લેના બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. તેઓ દિલ્હીમાં સતત બે ટર્મથી છછઁના વિજય પાછળ શિક્ષણનીતિ મહત્ત્વના બની રહ્યાં છે, ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહી છે. એ સમયે દિલ્હીમાં શિક્ષણ ક્રાંતિ લાવનારાં આતિશી ગુજરાત મુલાકાત દરમિયાન ગુજરાતની શિક્ષણ નીતિ-પદ્ધતિ અને કામગીરી અંગેનો અભ્યાસ કરશે, એ પછી આગામી ચૂંટણીમાં શિક્ષણના મુદ્દે આપનો રોડ મેપ તૈયાર કરશે. આતિશી અમદાવાદના શિક્ષણપ્રેમીઓ અને તજજ્ઞો સાથે બે કલાક સુધી સંવાદ પણ કરવાનાં છે. અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ તેઓ છછઁના ગુજરાત પ્રદેશ કાર્યાલયની મુલાકાતે જશે તેમજ અમદાવાદની એક હોટલમાં શિક્ષણ સંવાદ કાર્યક્રમમાં હાજરી પણ આપશે. ત્યાર બાદ ગાંધીનગરની કર્ણાવતી યુનિવર્સિટીમાં યુથ પાર્લમેન્ટને સંબોધન કરશે. આતિશી ગુજરાત દિલ્હીના શિક્ષણ મોડલ અને ગુજરાતના શિક્ષણ મોડલ અંગે શિક્ષણના તજજ્ઞો સાથે સંવાદ કરીને આપની નવી ચૂંટણી રણનીતિ અંગેની તૈયારીઓ પણ કરશે. ત્યાર બાદ તેઓ આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતાઓ સાથે બેઠકો કરશે. તેઓ શિક્ષણ અને મહિલાઓના પ્રશ્નો અંગેની પણ ચર્ચા કરશે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારે જનતાના પ્રશ્ચો ઉકેલવાનાં કરેલાં કામોની સામે ગુજરાતની જનતાના પ્રશ્ચોની સમીક્ષા કરવામાં આવી રહી છે. ખાસ કરીને શિક્ષણ-આરોગ્ય અને વીજળીના મુદ્દાઓ દિલ્હીમાં આપની જીતના મુખ્ય મુદ્દાઓ રહ્યા હોવાથી ગુજરાતમાં પણ વીજળી શિક્ષણ અને આરોગ્યના પ્રશ્ચોનો અભ્યાસ કરીને આપના નેતાઓ ગુજરાતમાં પણ દિલ્હી મોડલ અપનાવવાનાં વચનો આપી મતદારોને રીઝવવા માટેની કોશિશ કરી શકે છે. સુરતમાં કોંગ્રેસને ટક્કર આપી વિજય થયા બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં વધુ એક્ટિવ થઈ રહી છે. ત્યારે આગામી ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં વધુ તાકાત લગાવી જીત મેળવવા માટે બૂથ લેવલની કામગીરી કરવા માટે તૈયારી ચાલી રહી છે. ઈસુદાન ગઢવીએ પત્રકારત્વ છોડીને આપમાં જાેડાયા છે, જ્યારે સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પણ આપની ટોપી પહેરી છે. જાેકે ગઈકાલે છછઁએ જાહેર કરેલા નવા સંગઠનના માળખામાં લોકગાયક કલાકાર વિજય સુંવાળા સહિત ત્રણ પ્રદેશ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. સાગર રબારીને પ્રદેશ મહામંત્રીનો હોદ્દો આપવામાં આવ્યો છે, જાેકે છછઁના નેતા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણીને સંગઠનમાં કોઈ હોદ્દો આપવામાં આવ્યો નથી, સાથે એવી પણ ચર્ચા છે કે ૨૦૨૨ની ચૂંટણી પહેલાં ગોપાલ ઈટાલિયાને ગુજરાત છછઁના પ્રદેશ પ્રમુખના પદેથી હટાવીને કોઈ સિનિયર નેતાને સ્થાન આપી શકે છે.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો