November 22, 2024

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 નો અસરકારક અમલ થાય અને જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી ગેસ જોડાણ પોહ્છે એ માટે આણંદ જિલ્લા કલેકટરની બેઠક

Share to


(ડી.એન.એસ)આણંદ,તા.૪
આણંદમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેકટર મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી ઉજજવલા યોજના 2.0ના અસરકારક અમલ અર્થે બેઠક મળી હતી. જેમાં કલેક્ટરે જિલ્લાના જે નાગરિકો ગેસ જોડાણથી વંચિત રહ્યા હોય તેઓને નજીકની ગેસ એજન્સીનો સંપર્ક કરી આધારકાર્ડ, પાસબુક, રેશનીંગ કાર્ડ સહિત જરૂરી આધાર-પુરાવા લઇને કે.વાય.સી. કરાવી લેવા જણાવ્યું હતું.
આ બેઠકમાં મનોજ દક્ષિણીએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 અંતર્ગત અંત્યોદય અને બીપીએલ કાર્ડ ધારકો કે જેઓ હજુ ગેસ જોડાણથી વંચિત રહ્યા હોય અને રેશનીંગ કાર્ડમાં મહિલાઓનું નામ પ્રથમ હોય તેઓને પ્રાધાન્ય આપી ગેસ જોડાણ મેળવવા અને ચુલાના ધુમાડાથી મુકત થવાની સાથે જિલ્લો કેરોસીનમુકત બને તે જોવાનો સંબંધિતોને અનુરોધ કર્યો હતો.
આણંદમાં કલેક્ટર કચેરી ખાતે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0નો અસરકારક અમલ થાય તે માટે બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરે જિલ્લાને ચુલાના ધુમાડા અને કેરોસીન મુક્ત બનાવવા અનુરોધ કર્યો હતો. જિલ્લામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 અતંર્ગત નવેમ્બર સુધીમાં 19 હજારથી વધુ ગેસ જોડાણ આપવામાં આવ્યા છે.
આ બેઠકમાં કલેક્ટરે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સાથે સંકળાયેલી તમામ ગેસ એજન્સી અને ઓઇલ માર્કેટીંગ કંપનીઓને આ યોજના હેઠળ વધુને વધુ લાભાર્થીઓને આવરી લઇને આગામી માસના અંત સુધીમાં જરૂરિયાતમંદ લાભાર્થીઓને ગેસ જોડાણ મળી જાય તેવી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી લલિત પટેલે જિલ્લામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 અંતર્ગત નવેમ્બર-2021 સુધીમાં 19,256 ગેસ જોડાણ આપવામાં આવ્યાં હોવાની જાણકારી આપી હતી. આ બેઠકમાં જિલ્લાના તમામ તાલુકાના પંડિત દિનદયાળ ઉપાધ્યાય (એફ.પી.એસ.)ના પ્રમુખો, ઓઇલ માર્કેટીંગ કંપની અને જિલ્લાની વિવિધ ગેસ એજન્સીંઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા


Share to