November 19, 2024

છોટાઉદેપુર નગરપાલીકા પ્રમુખની ચૂંટણી યોજાઇ હતી જેમાં કોંગ્રેસના સંગ્રામસિંહ રાઠવા નગરપાલીકા પ્રમુખ બિનહરીફ ચૂંટાઈ આવ્યા..

Share to


છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી જિલ્લા સેવા સદનના સંકલન હોલમાં યોજાઇ જેમાં કોંગ્રેસના ઉમેદવાર સંગ્રામસિંહ રાઠવા પ્રમુખ તરીકે બિનહરીફ વિજેતા થયા,
આજ રોજ છીટાઉદેપુર જિલ્લા સેવાસદન ખાતે નગરપાલીકા પ્રમુખની ચૂંટણી યોજાઇ હતી જેમાં કોંગ્રેસના સંગ્રામસિંહ રાઠવા નગરપાલીકા પ્રમુખ બિનહરીફ બનતા કોંગ્રેસ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો,
છોટાઉદેપુર નગરપાલિકા માં સાત વોર્ડમાં 28 સભ્યો ચૂંટાઈ આવ્યા હતા જેમાં બહુજન સમાજ પાર્ટીના 9 સભ્યો, કોંગ્રેસના આઠ સભ્યો ભાજપાના ચાર સભ્યો બિટીપી ના બે સભ્યો, અને પાંચ અપક્ષ સભ્યો મળી કુલ સંખ્યા બળ ૨૮ નું છે, છોટાઉદેપુર નગરપાલિકા માં છેલ્લા કેટલાક મહિનાઓથી રાજકીય દાવપેચ ચાલી રહ્યા હતા, જેમાં વીસ સભ્યો ભેગા મળી બસપાના સત્તાપક્ષના ઉપપ્રમુખ અને ત્યારબાદ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરીને તેઓને હોદ્દા ઉપરથી દૂર કર્યા હતા, જેમાં નગરપાલિકાના નવા ઉપપ્રમુખ તરીકે નરગીસ બેન મકરાણી ની વરણી થોડા દિવસો અગાવ થઈ હતી, અને ત્યારબાદ પ્રમુખની ચૂંટણી આજે 24 -11 2021 ના દિવસે જિલ્લા સેવા સદન ખાતે યોજાઇ હતી,, જેમાં કોંગ્રેસ અને બસપા તેમજ અપક્ષ ના ગઠબંધન થી કોંગ્રેસના પ્રમુખ બન્યા,
અત્રે ખાસ ઉલ્લેખનીય છેકે છોટાઉદેપુર નગરપાલીકા માં કોંગ્રેસ – ભાજપ અને અપક્ષ સભ્યો મળી ને બસપા ના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત લાવી હોદ્દા ઉપરથી દૂર કર્યા હતા, આજે બસપા ના સમર્થન થી કોંગ્રેસ સત્તાસ્થાને આવ્યો ત્યારે રાજકારણ માં કોઈ કોઈનો કાયમી શત્રુ કે મિત્ર હોતો નથી જે પંક્તિ પાલીકા સભ્યોએ સાર્થક કરી બતાવી છે,

અલ્ફેઝ પઠાણ છોટાઉદેપુર


Share to

You may have missed