November 21, 2024

બોડેલી તાલુકાના તાડકાછલા ગામ નજીકથી વનવિભાગની ટીમે બોડેલી રેન્જ સ્ટાફ સાથે પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર લાકડાનો વેપલો ઝડપી પાડવા સાથે પંચરાઉ લાકડા વાહતુક કરતા ટેમ્પા સાથે ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા.

Share to


છોટાઉદેપુર રેન્જના આર.એફ.ઓ નિરંજનભાઈ રાઠવાની સજાગતાના કારણે કોઈ લાકડા ચોરીને ફરાર થઈ ન જાય તે માટે વનવિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલીગ કડક બનાવી દેવામાં આવ્યું છે, ત્યારે વનવિભાગની ટીમ બોડેલી રેન્જ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે બોડેલી કવાંટ હાઈવે માર્ગ પરના તાડકાછલા ગામ નજીકથી એક  ટેમ્પો નં જીજે ૫ યુ ૩૭૫૧ માં ગેરકાયદેસર પંચરાઉ લાકડા વાહતુક ભરી લઈ જવાઈ રહ્યા છે. જે બાતમીને આધારે વન વિભાગની ટીમ દ્વારા અલગ અલગ જ્ગ્યાઓ પર વોચ ગોઠવી દીધી હતી.વોચ દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા વનવિભાગની ટીમ દ્વારા ટેમ્પોનો પીછો કરી તાડકાછલા ગામના બસ સ્ટેન્ડ નજીક ટેમ્પો ઊભો રાખતા તેમાં ભરેલા પંચરાઉ લાકડાંની પાસ પરમીટ માંગતા ચાલકે તેમાં અસમથૅતા દશૉવતા વન વિભાગે ભારતીય વન અધિનિયમની કલમ ૪૧(૨)મુજબ અટક કરીટેમ્પામાં તપાસ કરતા ગેરકાયદેસર ભરેલા ૩૮ ક્વિન્ટલ પંચરાઉ લાકડાંની અંદાજીત કિંમત રૂ ૧૩૪૯૦ ની કિંમતના  લાકડા મળી આવ્યા હતા.વનવિભાગ દ્વારા મુદ્દામાલ કબ્જે કરી ટેમ્પો સાથે ઝડપાયેલા ત્રણેય ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ટેમ્પો જબુગામ વન વિભાગની  કચેરીએ  લાવવામાં આવ્યો હતો.બોડેલી તાલુકાના તાડકાછલા ગામ પાસે થી વન વિભાગ દ્વારા પંચરાઉ લાકડાં વાહતુક કરતા ટેમ્પા સાથે ત્રણ ઇસમોને ઝડપ્યા હતા.


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed