જુગારના રોકડા રૂપિયા તથા કુલ્લે મુદ્દામાલ કિં.રૂ!- ૮૫,૩૮૦/- સાથે જુગારનો કેસ શોધી કાઢતી વાલીયા પોલીસ
વડોદરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચ નાઓ તરફથી જીલ્લામાં બનતા પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃત્તિ ચાલાવતા ઈસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.પી.ભોજાણી નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર એસ.કે.ગામીત તથા વાલીયા પોલીસ સ્ટાફના માણસો દ્વારા નીચે મુજબનો જુગારનો કેસ શોધી કાઢવામાં આવેલ છે.
વિગત :-
આજ રોજ અંગત બાતમીદારથી બાતમી મળેલ કે વટારીયા ગામે ગણેશ સુગર ફેક્ટરી કોલોની ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે ઝાડની નીચે ખુલ્લામાં કેટલાક ઈસમો ગંજીફા પાનાનો જુગાર રમાડતા હોવાની બાતમી આ.પો.કો. ગુલાબભાઇ મગનભાઇ નાઓને મળતા બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા સ્થળ ઉપર પકડાયેલ આરોપીઓ (૧) બીકુભાઇ S/O ચનેશ્વર કિશનભાઇ પ્રશાદ ઉ.વ ૨૬ હાલ રહેવાસી- ગણેશ સુગર ફેક્ટરી કોલોની G/4 વટારીયા ગામ તા. વાલીયા જી. ભરૂચ (૨) ક્રિષ્ના S/O સંજયભાઇ ભીખાભાઇ પાટીલ ઉ.વ. ૨૪ રહેવાસી- ગણેશ સુગર ફેક્ટરી નવી કોલોની વટારીયા ગામ તા. વાલીયા જી. ભરૂચ મુળ રહેવાસી- છેડવેલકોડ ગામ નિઝામપુર મોહલ્લા તા. સાંકરી જી. ધુલીયા (૩) ગોરખ S/O શિવરામ બાજીરાવ આહીરે ઉ.વ. ૬૫ હાલ રહેવાસી. G/15 ગણેશ સુગર ફેક્ટરી કોલોની વટારીયા ગામ તા. વાલીયા જી. ભરૂચ જે તમામની અંગ ઝડતી માંથી મળેલ રોકડા રૂપિયા તથા દાવ ઉપરથી મળી આવેલ રોકડા રૂપિયા- ૧૦,૩૮૦/- તથા મોટર સાયકલો નંગ- ૩ જેની કુલ કિંમત રૂપિયા-૬૭,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૩ કિંમત રૂપિયા- ૮,૦૦૦/- ગંજીફા ના પાના નંગ – ૩૭ કિ.રૂ.૦૦/- તથા પાથરણું કિંમત રૂપિયા-૦૦/- મળી કુલ કિંમત રૂપિયા- ૮૫,૩૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે તથા રેઈડ દરમ્યાન નાસી છુટેલ આરોપીઓ જેઓના નામ સરનામાં ખબર નથી જે તમામ વિરુધ્ધમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓ ના નામો :-
પો.ઈન્સ. એસ.કે.ગામીત, વુ.હે.કો. સંગીતાબેન હિંમતસિંહ, અ.પો.કો. દેવજીભાઇ સીંગાભાઇ, અ.પો.કો. મહેશભાઇ પરભુભાઇ , આ.પો.કો. ગુલાબભાઇ મગનભાઇ, અ.પો.કો. ગૌતમભાઇ હરીભાઇ , આ.પો.કો. રામેશભાઇ યશવંતભાઇ , આ.પો.કો. નરસિંહ માનસિંહ , અ.પો.કો. કલ્પેશભાઇ ગંભીરસિંહ નાઓના ટીમ વર્કથી સદર કામગીરી કરવામાં આવેલ છે
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.