💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજીપી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા હાલમાં *કોરોના વાયરસ ના સંક્રમણના સમયમાં પ્રજાની હાલત કફોડી* થઈ છે , ત્યારે લોકને મદદ કરી, સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર સાર્થક બને તેવા *પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના* કરવામાં આવેલ છે…_
💫 _તા. 05.06.2021 ના રોજ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના એન્ટી રોમિયો સ્ક્વોડના ઇન્ચાર્જ એ.એસ.આઈ. સજ્જનબા જાડેજા, પો.કો. પ્રકાશભાઈ તથા ડ્રાઈવર કમલેશભાઈ સહિતના સ્ટાફની ટીમ દાતાર રોડ ઉપર પેટ્રોલિંગમાં હતી, દરમિયાન વેલિંગટન ડેમ પાસે આવતા એક વીસેક વર્ષનો યુવાન કોઈ સાથે ફોન ઉપર પોતે જિંદગીથી કંટાળી ગયેલ છે અને જીવવા માંગતો નથી, તમને આ છેલ્લો ફોન કરું છું, તેવું જણાવતો હોઈ અને ડેમની રેલિંગ ઉપરથી કુંદવાની તૈયારી કરતો હોય, જે એન્ટી રોમિયોની ટીમ સાંભળી અને જોઈ જતા, તાત્કાલિક તેને પકડી રોકાતા, પોતાને જીવવું નહીં હોવાનું જણાવતા, સમજાવીને નીચે લાવેલ હતા. વેલિંગટન ડેમ ખાતે મળી આવેલ યુવાને પોતાનું નામ કેવિન નંદલાલ ડોબરીયા ઉવ. 19 રહે. ચોકી ગામ, તા.જી. જૂનાગઢ હોવાનું અને પોતાના માતાપિતાએ ઠપકો આપતા, પોતાને લાગી આવતા, આ પગલું ભરતો હોવાનું જણાવતા, *એન્ટી રોમિયોની ટીમ દ્વારા ચોકી ગામ ખાતેથી તેના પિતા નંદલાલ ભાઈ તથા માતાને બોલાવી, યુવાનને હેમખેમ સોંપવામાં આવેલ* હતો. યુવાન આખા દિવસનો જમ્યો ના હોઈ, એન્ટી રોમિયોની ટીમ દ્વારા જૂનાગઢ ડીવાયએસપી કચેરી ખાતે જમવાનું મંગાવી, સાંત્વના આપી, જમાડયો પણ હતો. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા *યુવાનને જિંદગી માણસને એકવાર જ મળે છે અને મહામૂલી જિંદગી સામે આવતા સંજોગો સામે લડવાનું હોઈ, હારવાનું ના હોય તેમજ પોતાના મા બાપ એ ભગવાનનું સ્વરૂપ છે, એ જેટલું કહે એટલું જ કરવા સલાહ આપી હતી. ઉપરાંત યુવાનના માતાપિતાને પણ પોતાના સંતાનની સાર સંભાળ રાખવા તેમજ સાચવવા ધ્યાન રાખવા સલાહ* આપવામાં આવી હતી. *જૂનાગઢ પોલીસનો વ્યવહાર જોઈ, યુવાનના ચહેરા ઉપર ચમક* આવી ગયેલ હતી. *જૂનાગઢ પોલીસની સહિષ્ણુતાભરી કામગીરીથી પ્રભાવિત થઈ, યુવાનના માતાપિતા દ્વારા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા એન્ટી રોમિયોની પોલીસ ટીમનો આભાર વ્યક્ત* કરવામાં આવેલ હતો અને *જીવનમાં જીવવાનું મહત્વ ઘણું છે અને પોતાના કપરા સમયમાં જૂનાગઢ પોલીસની મદદના કારણે જ પોતાના સંતાનની જિંદગી બચી હોવાની લાગણી* વ્યક્ત કરી, *હાલના કોરોના કાળના કપરા અણીના સમયમાં જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલ મદદથી પ્રભાવિત થઈ, યુવાન અને તેના માતાપિતાએ જૂનાગઢ પોલીસ પરિવારને ઈશ્વર કાયમી સ્વસ્થ રાખે, તેવા આશીર્વાદ આપી, આભારની લાગણી પણ વ્યક્ત* કરવામાં આવી હતી….._
💫 _જૂનાગઢ જિલ્લા *પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા પણ *પ્રજા સાથે સવેદના પૂર્ણ કાર્યવાહી કરવાના ભાગરૂપે જૂનાગઢ પોલીસ દ્વારા વેલિંગટન ડેમ ઉપર આપઘાત કરવા જતા યુવાનની જિંદગી બચાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને ફરીવાર સાર્થક કરનાર *પોલીસ ટીમને અભિનંદન* આપવામાં આવેલ_….
મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.