November 21, 2024

કરસાડ ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વાલીયા પોલીસ

Share to


વાલીયા પોલીસ સ્ટેશનના પો.ઈન્સ.એસ.કે.ગામીત નાઓને મળેલ ચોક્ક્સ આધારભુત બાતમી આધારે કરસાડ ગામની સીમમાં શેરડીના ખેતરમાં તથા કરસાડ ગામની પાછળ જંગલ ખાતાની જગ્યાને અડીને આવેલ ખેતરમાંથી આ કામનો નહિં પકડાયેલ આરોપી પ્રતિક વિષ્ણુ રણા રહેવાસી- કરસાડ તા. વાલીયા જી. ભરૂચ નાએ ઉપરોક્ત પકડાયેલ ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો ગેરકાયદેસર વેચાણ કરવાના ઈરાદે ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની નાની મોટી બોટલો તથા પતરાના ટીન બીયરોના બોક્ષ મળી કુલ્લે બોક્ષ નંગ- ૬૫ જેમાં નાની મોટી બોટલો તથા ટીન બીયરો નંગ- ૧૬૬૮ (૬૧૦.૪૪ લીટર) કુલ્લે કિંમત રૂપિયા- ૩,૨૫,૨૦૦/- નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે.

આરોપી :- વોન્ટેડ-
(૧) પ્રતિક વિષ્ણુ રણા રહેવાસી- કરસાડ ગામ તા. વાલીયા જી. ભરૂચ
કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી ના નામો :-
પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એસ.કે.ગામીત તથા અ.હે.કો. મયંકકુમાર દિનેશચન્દ્ર, અ.હે.કો. ભુપેન્દ્રભાઇ રમેશભાઇ, અ.પો.કો. મહેશભાઇ પરભુભાઇ, આ.પો.કો. ગુલાબભાઇ મગનભાઇ, અ.પો.કો. સંજયભાઇ સુખદેવભાઇ, આ.પો.કો. અનિલભાઇ રૂબજીભાઇ, અ.પો.કો. નિલેશભાઇગંભીરભાઇ , અ.પો.કો. કીરીટભાઇ રમેશભાઇ, અ.પો.કો. કલ્પેશભાઇ ગંભીરભાઇ, અ.પો.કો. પ્રતાપભાઇ ભરતભાઇ, મેહુલભાઇ રામસીંગભાઇ, પો.કો. રાકેશભાઇ યશવંતભાઇ, અ.પો.કો. ચેતનભાઇ રમેશભાઇ નાઓ દ્વારા સંયુક્ત કામગીરીથી શોધી કાઢવામાં આવેલ છે.


Share to

You may have missed