November 21, 2024

સલમાન ખુર્શીદના ઘરે આગજની અને પથ્થરમારો થયો

Share to

(ડી.એન.એસ) , નવી દિલ્હી , તા.૧૬
સલમાન ખુર્શીદના પુસ્તકના કેટલાક હિસ્સા સામે વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમણે હિંદુત્વની તુલના આઇએસઆઇએસ અને બોકોહરમ સાથે કરી છે. આ પુસ્તકના એક પ્રકરણ સેફ્રન સ્કાય એટલે કે ભગવા આકાશમાં સલમાન ખુર્શીદ લખે છે કે હિંદુત્વ સાધુસંતોના પ્રાચીન અને સનાતન ધર્મને કિનારે લગાવી રહ્યો છે, જે એક રીતે બોકોહરમ અને આઇએસઆઇએસ જેવા જેહાદી ઇસ્લામી સંગઠનો જેવું જ છે સલમાન ખુર્શીદે પોતાની સફાઈમાં જણાવ્યું હતું કે તેમણે ક્યારેય હિંદુત્વની તુલના આતંકવાદી સંગઠનો સાથે કરી નથી. તેમનું કહેવું એ હતું કે ભાજપ સમર્થકો ધર્મનો દૂરુપયોગ કરે છે.કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદને અયોધ્યા પરનું પુસ્તક લખવું ભારે પડી ગયું છે. તેમના નૈનિતાલ ખાતેના ઘરે આગજની અને પથ્થરમારો થયો છે. તેમણે ફેસબૂક પર આ ઘટનાની જાણકારી આપી છે. માનવામાં આવે છે ઉપદ્રવીઓના હાથમાં ભાજપનો ઝંડો હતો અને તે સાંપ્રદાયિક નારા લગાવી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સલમાન ખુર્શીદ તેમના પુસ્તક સનરાઇઝ ઓવર અયોધ્યાને લઈને વિવાદોમાં છે. સલમાન ખુર્શીદે પોતાના પુસ્તકમાં હિંદુત્વની તુલના આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ અને બોકોહરમ સાથે કરી છે અને તેમણે હિંદુત્વના રાજકારણને અત્યંત ખતરનાક ગણાવ્યું છે. ફેસબૂક પર આ ઘટનાની તસ્વીર શેર કરતા સલમાન ખુર્શીદે જણાવ્યું હતું કે શું હું હજી પણ ખોટું છું. શું આ હિંદુત્વ હોઈ શકે છે. ઘટના પછી મીડિયા સાથેની વાતચીતમાં ખુર્શીદે જણાવ્યું હતું કે મને હિંદુ ધર્મ પર ગર્વ છે. આગ લગાવવાની ઘટનાએ સાબિત કરી દીધું કે હું સાચો છું. આવા લોકોને હિંદુ ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. આ હુમલો મારા પર નથી. મારા પક્ષે મારી વાતને સમર્થન આપ્યું છે. પક્ષના હાઇકમાન્ડે મારી વાતને યોગ્ય ઠેરવી છે. મારા દરવાજા ખુલ્લા છે અને જે આવે તે વાત કરી શકે છે. આ ઘટના પર કોંગ્રેસના સાંસદ શશી થરૃરની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે ટવીટ કરીને જણાવ્યું કે એક રાજનેતા જેમણે આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતને ગૌરવાન્તિત કર્યુ છે. તેની સાથે સ્થાનિક સ્તરે ેક ઉદારવાદી, મધ્યમ માર્ગી અને સમાવેશી દ્રષ્ટિકોણને વ્યક્ત કર્યો છે. આપણા રાજકારણમાં વધતા જતા અસહિષ્ણુતાના સ્તરની સત્તા પર બેઠેલા લોકોએ ચિંતા કરવી જાેઈએ. આ પહેલા શાહજહાંપુરમાં વિહિપે ખુર્શીદનું પૂતળું ફૂક્યું હતું. ફક્ત એટલું જ નહી વિશ્વ હિંદુ પરિષદે સલમાન ખુર્શીદની જીભ કાપવાની ધમકી આપી હતી. આ દરમિયાન વીએચપી કાર્યકરોએ જણાવ્યું હતું કે આવા લોકોને પાકિસ્તાન મોકલી દેવા જાેઈએ.


Share to

You may have missed