November 21, 2024

પરાળી બાળવાથી પંજાબમાં પ્રદૂષણ નહીં બાયો સીએનજી બનશે

Share to

(ડી.એન.એસ) , લહરાગાગા , તા.૧૬
પરાળી બાળવાને કારણે તેમના વૃક્ષ અને પાડોશીના ખેતરોનો ઉભો પાક પણ બળી જતો હતો પણ આ વખતે આવુ થયુ નથી. પરાળી બાળવાથી થતું પ્રદૂષણ પણ અટકી ગયું છે.કેટલાક ખેડૂતો ખેડૂત સંગઠનોના ભયથી પરાળી બાળી રહ્યાં છે. કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠનો ખેડૂતોને પરાળી બાળવાનું જણાવી રહ્યાં છે. સંગઠનોના દબાણને કારણે ખેડૂતો પણ સમગ્ર ખેતરમાં આગ ચાંપતા નથી પણ ફક્ત એક કે બે એકરમાં જ આગ લગાવે છે. બાકીની પરાળી તેઓ પ્લાન્ટને આપી રહ્યાં છે. પ્લાન્ટમાં પરાળીને મોટા મોટા ટેન્કરોમાં નાખવામાં આવશે. બેક્ટેરિયા અને પાણી ભેળવીને તેને ગરમ કરવામાં આવશે. આનાથી બનનારા ગેસને પાઇપો દ્વારા અલગ પ્લાન્ટમાં લઇ જવામાં આવશે. જ્યાં તેને સાફ કરવામાં આવશે. સાફ થઇ ગયા પછી તેને સિલિન્ડરોમાં ભરીને ઇન્ડિયન ઓઇલના પંપો પર પહોંચાડવામાં આવશે. આ પ્રક્રિયા પછી બાકી વધેલી પરાળી ખાતરનું સ્વરૃપ લઇ લેશે. જેને ખેડૂતો અને ખાતર કંપનીઓને વેચવામાં આવશે. પ્લાન્ટ શરૃ થઇ ગયા પછી દરરોજ ૩૩ હજરા ટન ગેસ અને ૫૫૦ ટન ખાતરનું ઉત્પાદન થશે. આ પ્લાન્ટ સાથે અત્યાર સુધી ૯૦૦ ખેડૂતો જાેડાઇ ચૂક્યા છે. જેમની પાસે કુલ ૧૫ હજાર એકર ખેતર છે.ભવિષ્યમાં પંજાબમાં પરાળી બાળવામાં આવશે નહીં અને તેના દ્વારા બાયો સીએનજી(કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) બનાવવામાં આવશે. લહરાગાગામાં આ માટેના પ્લાન્ટનું નિર્માણ થઇ રહ્યું છે. જર્મનીની બાયો ફ્યુઅલ ટેકનિકથી ૨૨૦ કરોડ રૃપિયના ખર્ચે આ પ્લાન્ટ તૈયાર થઇ રહ્યું છે. આ માટેના તમામ પરીક્ષણોનું કાર્ય પૂર્ણ થઇ ગયું છે. હાલમાં પરાળી ટેન્કરોમાં નાખવામાં આવી રહી છે. ડિસેમ્બરના અંતમાં અથવા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પ્લાન્ટ શરૃ થઇ જશે. આ પ્લાન્ટમાં સમગ્ર વર્ષ દરમિયાન એક લાખ ટન પરાળીની જરૃર પડશે. જેને એકત્ર કરવા માટે દરરોજ દરરોજ દસથી વધુ કલાક કામ થઇ રહ્યું છે. પંજાબમાં દર વર્ષે ૨૦૦ લાખ ટન પરાળી નીકળે છે. પરાળીની સમસ્યાથી સંપૂર્ણ મુક્તિ મેળવવા માટે આવા ૨૦૦ પ્લાન્ટની રચના કરવી પડશે. પ્લાન્ટમાં તૈયાર થનાર બાયો સીએનજી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ખરીદશે. સંગરૂરના જલૂર ગામના પ્રિતપાલ સિંહ દર વર્ષે પોતાના ૩.૪૫ એકર એકર ખેતરમાં પરાળી બાળી મૂકતા હતાં. આ વખતે તેમણે આ પરાળી લહરાગાગાના પ્લાન્ટ માટે આપી દીઘી છે. આમ ૩.૪૫ એકર પરાળી બાળવાથી બચી ગઇ. પ્લાન્ટને કારણે ખેડૂતોને પરાળીના નિકાલનો નવો વિકલ્પ મળી ગયો છે. અન્ય એક ખેડૂત દિલરાજ સિંગે ગયા વર્ષે ૪૦ એકર ખેતરમાં પરાળી બાળી હતી. આ વખતે તેણે પર પરાળી લહરાગાગાના પ્લાન્ટને આપી દીધી છે.


Share to

You may have missed