November 21, 2024

ઝઘડીયા તાલુકાના ઇન્દોર ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ જોલા છાપ ડોક્ટર ઝડપાયો

Share to

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા નજીકના ઇન્દોર ગામે દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર પોલીસે ઝડપીને તેની પાસેથી દવાઓ બી.પી.માપવાનું સાધન સ્ટેથોસ્કોપ વિ.કબજે લઇને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. લોકોની જીંદગી સાથે ચેડા કરતા અા બોગસ ડોકટરને પકડીને જેલ ભેગો કરાયો હતો.

ઉમલ્લા પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળ્યા મુજબ મુજબ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ખબર મળી હતી કે નજીકના ઇન્દોર ગામે નવી નગરીમાં એક બોગસ તબીબ દવાખાનુ ચલાવી રહ્યો છે.ત્યારે પોલીસે બાતમી મળેલ જગ્યાએ જઇને તપાસ કરતા ઇન્દોર ગામે નવી નગરીમાં એક કાચા મકાનમાં બીકાસકુમાર કુમોદભાઇ બિસ્વાલ નામનો મુળ પશ્ચિમ બંગાળનો રહેવાસી ઇન્દોર ગામે નવી નગરીમાં દવાખાનું ચલાવતો માલુમ પડ્યુ હતુ.પોલીસે આ ઇસમને તેની ડિગ્રી બાબતે પુછતા તેણે કલકત્તા ખાતે આર.એમ.પી. કોર્ષ કર્યો હોવાની હકિકત જણાવી હતી.એ સિવાય મેડિકલ પ્રેક્ટિસ કરવા માટેની બીજી કોઇ ડિગ્રી મળી નહતી.મેડિકલ ડિગ્રીનું પ્રમાણપત્ર માંગતા મળી શકેલ નહિ.તેથી તે બોગસ ડોક્ટર હોવાનું જાણવામાં આવતા પોલીસે પંચનામું કરીને તેની પાસેથી એલોપથી દવાઓ અને અન્ય મુદ્દામાલ કબ્જે લઇને તેની ધરપકડ કરી ને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.ઉમલ્લા પોલીસે ઇન્દોર ગામે દવાખાનું ચલાવતા ઝડપાયેલા અા બોગસ તબીબ બીકાસકુમાર કુમોદભાઇ બિસ્વાલ વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.આ સાથે અન્ય સ્થળોએ પણ બોગસ ડોકટરો પ્રેક્ટિસ કરી રહ્યા છે કે કેમ તે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર:-કાદર ખત્રી


Share to

You may have missed