November 21, 2024

ઝગડીયા તાલુકામાં ચોરો નો ત્રાસ યથાવત … દિવસે દિવસે વધતા જતા ચોરી ઓ ના બનાવ… પોલીસ તંત્ર પર ઉઠી રહ્યા છે અનેક સવાલ….ઝઘડિયાના રેવા રેસિડેન્સીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનવતા  6 લાખ ઉપરાંત ની ઘરફોડ ચોરી .

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા / દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા

ઝગડીયા ની રેવા રેસીડેન્સી મા રહેતા ફરીયાદી ચંન્દ્રીકાબેન પોતાના પરિવાર સાથે તા 05 / 10 / 20121 ના રોજ પોતાના મકાનને લોકમારી રાજપીપળા ઓરી વરખડ ગામે ગયેલ હતા.. તે દરમ્યાન કોઇ ચોર ઇસમ ચંન્દ્રીકાબેન ના ઝગડીયા સ્થિત બધ મકાનનુ લોકતોડી મકાનમા પ્રવેશ કરી બેડ રૂમમા આવેલ તિજોરીનુ લોક કોઇ સાધન વડે તોડી તિજોરી મા મુકેલ સોનાનો અઢી તોલાનો સેટ, સોનાનુ અઢી તોલાનું મંગળ સૂત્ર સોનાની બુટી,સોનાની ચાર તોલા ની લક્કી સોનાનો અછોડો સોનાની વીટી નગ 3,  31તોલા તોલાના સાંકડા અને એક HP કંપની નું લેપટોપ મળી ,ચાંદીના દાગીના સહિત  કુલ કિમત રૂપિયા 06 ,01,000 / ની મતાની ચોરી કરી ચોર ફરાર થઇ ગયા હતા…

બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવતાં રેવા રેસીડન્સી  માં રહેતા  ચંદ્રીકાબેન મહેન્દ્રભાઈ પટેલે ઝઘડિયા પોલીસ સ્ટેશન મા ચોરીની  ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકામાં અવારનવાર ચોરીઓ ની ઘટના વધુ પ્રમાણ મા બની રહી છે…હજુ તો   ઉમલ્લા ના અછાલિયા તેમજ  RPL કોલોની અને અન્ય ગામો મા થયેલ ઘરફોડ  ચોરીનો ભેદ પોલીસ હજુ સુધી ઉકેલી નથી શકી ત્યાં જ વધુ એક મોટી ઘરફોડ ચોરી થતાં પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે…


Share to

You may have missed