November 22, 2024

જૂનાગઢ ના દિપુભાઈ બંગળીને હોલસેલમાં સોનાનો બિઝનેસ કરવાની લાલચ આપી બે આરોપીઓ રૂ 1,56,26,000 ની માતબર રકમ લઈને રફુચક્કર થઈ જવાની છેતરપિંડી વિશ્વઘાત ની ફરિયાદ કરતા મોડસ ઓપરેન્ડી ધરાવતા બન્ને આરોપીને કલકતાથી પકડી પાડી, ધરપકડ કરતી જૂનાગઢ પોલીસ

Share to




💫 _સને 2019 ના ફેબ્રુઆરીથી એપ્રિલ માસ દરમિયાન જૂનાગઢ શહેરના છાયા બજાર વિસ્તારમાં, હરિ ક્રિષ્ના નામની સોની કામની દુકાન ધરાવતા અને ગંધરપવાડા ખાતે માઈનેસ્ટ એપાર્ટમેન્ટ ખાતે રહેતા, ફરિયાદી દિપુભાઈ ખુદીરામ બેરા બંગાળી ઉવ. 48 કે જેઓ મૂળ ખાંજાપુર જી. મેદનીપુર પશ્ચિમ બંગાળના રહેવાસી છે, તેઓને આરોપીઓ કેસ્ટો દાસ તથા આરોપી સમ્રાટ અધિકારી રહે. કલકતાએ સોનાનો ધંધો કરી, નફો કરાવી આપવાની લાલચ આપી, રોકડ રકમ તથા સોનાના દાગીના મળી, કુલ રૂ. 1,56,26,000/- ની છેતરપિંડી વિશ્વાસઘાત કરવામાં આવતા, ફરિયાદી દિપુભાઈ ખુદીરામ બેરા બંગાળીએ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવતા, એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડી/વિશ્વાસઘાતનો ગુન્હો નોંધી, પી.આઇ. એમ.એમ.વાઢેર તથા પીએસઆઇ એ.કે.પરમાર તેમજ સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી…._

💫 _*જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર* તથા નવા આવેલ *જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા *મિલકત વિરુદ્ધના ગુન્હાઓ શોધી કાઢી, આ પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે સુચનાઓ* કરવામાં આવેલ છે…_

💫 _જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ.વાઢેર, પીએસઆઇ એ.કે.પરમાર, એ.બી.દત્તા, ડી સ્ટાફના એ.એસ.આઇ. એમ.ડી. માડમ, વિક્રમસિંહ, મોહસીનભાઈ, દિનેશભાઈ, સંજયભાઈ, પ્રવીણભાઈ, નારણભાઈ તથા કરાઈમ બ્રાન્ચના પીઆઇ એચ.આઈ.ભાટી, પીએસઆઇ ડી.એમ.જલું, હે.કો. દીપકભાઈ, દિવ્યેશભાઈ સહિતની ટીમ દ્વારા ગુન્હો બન્યા બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, ટેક્નિકલ સોર્સ દ્વારા માહિતી મેળવી, આ ગુન્હામાં સંડોવાયેલ બંને આરોપીઓ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનની તથા ક્રાઈમબ્રાન્ચની સંયુક્ત ટીમને કલકતા ખાતે મોકલી, ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી, એ.ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં સંડોવાયેલ આરોપીઓનું પગેરું દબાવી, મળેલ બાતમી આધારે *આરોપીઓ (1) કેસ્ટો મનટુચંદ્રા દાસ ઉવ. 22 રહે. ઇન્દીરાનગર, પરગનાજ પશ્ચિમ બંગાળ તથા (2) સમ્રાટ આનંદા અધિકારી ઉવ. 25 રહે. મહેલીપરા, મછાલંદપુર પશ્ચિમ બંગાળ* ને પશ્ચિમ બંગાળના *કલકતા ખાતેથી પકડી પાડી, ધરપકડ* કરવામાં આવેલ હતી….._

💫 _*પકડાયેલ આરોપીઓ હોલસેલમાં સોનાનો બિઝનેશ કરવાની લાલચ આપી, શરૂઆતમાં નફો થાયેલાનું જણાવી, અમુક રકમ નફા તરીકે પરત આપી, બાદમાં ફરિયાદી પાસેથી માતબર રકમ લઈને, રફુચક્કર થઈ, છેતરપિંડી, વિશ્વાસઘાતના ગુન્હાઓ આચરવાની મોડસ ઓપરેન્ડી* ધરાવતા હોય, તેઓ બંનેની ધરપકડ કરી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ દ્વારા પકડાયેલ આરોપીઓની માતબર રકમની રિકવરી માટે નામદાર કોર્ટમાં રજૂ કરી, પોલીસ રિમાન્ડ ઉપર મેળવી, ફરિયાદીએ આપેલ રોકડ રકમ તથા સોનું કયા રોકાણ કરેલ છે..? આ પ્રકારના કોઈ બીજા ગુન્હાઓ આચારેલા છે કે કેમ…? આ મોડસ ઓપરેન્ડી થી કરેલા કોઈ બીજા ગુન્હાઓમાં વોન્ટેડ છે કે કેમ..? વિગેરે બાબતે પૂછપરછ કરી, વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ.વાઢેર, પીએસઆઇ એ.કે.પરમાર તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે…_

મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ


Share to