November 22, 2024

જૂનાગઢ માં સાંપ્રત સમયમાં ફેસબુક અને વોટસ એપ જેવા સોશીયલ મીડીયા ગેર ઉપયોગના કારણે 16 વર્ષની તરુણી પોતાનું ઘર છોડી, નાસી જતાં શોધીને,પરિવાર સાથે મિલન કરાવતિ જૂનાગઢ પોલીસ,

Share to


💫 _*જૂનાગઢ રેન્જના આઈજીપી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા* જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા તેમજ *મહિલાઓના મદદ માટે શરૂ કરવામાં આવેલ She Team દ્વારા મહિલાઓને મદદ કરવા તથા સુરક્ષા* આપવા, જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_

💫 _હાલના સાંપ્રત સમયમાં ફેસબુક અને વોટસ એપ જેવા સોશીયલ મીડીયા ગેર ઉપયોગના કારણે નાની ઉમરના બાળકો ઉપર પડતી વિપરીત અસર ના બનાવો પણ બનતા રહેતા હોય છે. તાજેતરમાં જુનાગઢ શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પણ સોશિયલ મીડિયાના દુરુપયોગના કારણે સગીર વયની બાળકી ઉપર પડેલ વિપરીત અસર અંગેનો એક કિસ્સો બહાર આવેલ છે……._

💫 _જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં રહેતી અને ધોરણ 11 માં અભ્યાસ કરતી એક 16 વર્ષની તરુણી વહેલી સવારે પોતાનું ઘર છોડી, નાસી જતાં, સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ હતી……._

💫 _સી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા, જુનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.સબ ઈન્સ. જે.જે.ગઢવી, સ્ટાફના હે.કો. નિલેશભાઈ, તરુબેન, મનીષાબેન, ભાવેશભાઈ, અમરાભાઈ, સહિતની ટીમ દ્વારા સગીર તરુણીને શોધવા માટે ટેક્નિકલ સેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી. દરમિયાન સગીર વયની આ યુવતી, સગીર વયના એક બિહારના છોકરા સાથે દિલ્હી રેલવે સ્ટેશન ખાતે રેલવે પોલીસ દ્વારા શંકા આધારે પકડાતા, રેલવે પોલીસ દ્વારા જુનાગઢ ખાતે જાણ કરવામાં આવતા, જૂનાગઢ પોલીસ ટીમના હે.કો.નિલેશભાઈ તથા પો.કો.જીલુભાઈ દ્વારા તેના વાલીને સાથે રાખી, તાબડતોબ દિલ્હી પહોંચી, સગીર યુવતીનો કબજો મેળવી, જૂનાગઢ ખાતે લાવવામાં આવેલ હતી…._

💫 _જુનાગઢ ડિવિઝન ના ડીવાય એસપી પ્રદિપસિંહ જાડેજા, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. જે.જે.ગઢવી તથા She Team ના એ.એસ.આઈ. તરુબેન, પો.કો. મનીષાબેન, ભાવેશભાઈ, અમરાભાઈ, સહિતના સ્ટાફ દ્વારા તરુણીને વિશ્વાસમાં લઈ, સહાનુભૂતિ પૂર્વક પૂછપરછ કરવામાં આવતા, *તરુણી દ્વારા પોતે મોબાઈલમાં ફેસબુક વોટ્સએપ નો ઉપયોગ કરતી હોય, પોતાને છેલ્લા સાત આઠ માસથી ફેસબુક ફ્રેન્ડ બિહાર રાજ્યના એક યુવક સાથે ફેસબુક ઉપર ચેટિંગ દરમિયાન પ્રેમ થઈ જતાં, પોતે એ યુવક સાથે વાત કરી ઘરેથી જરૂરી રોકડ લઈને બિહાર નાસી જવા નીકળેલ હોવાની અને દિલ્હી બિહારી સગીર યુવક સાથે મળેલાની કબૂલાત* કરેલ હતી. તરૂણીની કબૂલાત આધારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી…._

💫 _જૂનાગઢ ખાતેથી સગીર તરુણીના પિતા સહિતના કુટુંબીજનો આવતા, પોલીસ દ્વારા તરુણીને હેમખેમ સોંપવામાં આવેલ હતી. *સગીર તરુણી પોતાના પરિવારજનોને મળતા, પરિવારજનો ભાવ વિભોર* થઇ ગયેલ હતા. તરુણી બાબતની વિગત પોલીસ પાસેથી જાણી, તરુણી બિહાર ગયેલ હોત તો, શું થાત..? એવું જણાવી, પરિવારજનોને *કંપારી* થઈ ગયેલ હતી. *જૂનાગઢ પોલીસની સતર્કતા અને પોલીસની ત્વરિત કાર્યવાહીના કારણે જૂનાગઢ ની તરુણી સોશીયલ મીડીયા દ્વારા ફસાવતા તત્વોનો ભોગ બનતા બચી ગયેલ* હતી. પરિવારજનો દ્વારા *જુનાગઢ પોલીસનો આભાર વ્યક્ત* કરવામાં આવેલ હતો. પોલીસની She Team દ્વારા સગીર તરુણીને *પોતાની દીકરી માફક સલાહ આપી, ભણવામાં ધ્યાન આપવા તેમજ તેની ઉમર નાની હોઈ, ફેસબુક વોટ્સએપ જેવા દુષણથી દુર રહેવા અને માતા પિતા કહે એટલું જ કરવા સલાહ* આપી હતી. ઉપરાંત, સગીર તરુણીના *પરિવારજનોને પણ પોતાના બાળકોનો ખ્યાલ અને તકેદારી રાખવા વિનંતી* પણ કરવામાં આવેલ હતી…_

💫 _આજના આધુનિક *સાંપ્રત સમયમાં સોશીયલ મીડિયાનો દુરુપયોગ નાની ઉંમરના તરુણોમા કેવી વિપરીત અસર* લાવે છે…? તેં બાબતને *ઉજાગર કરતો આ કિસ્સો સમાજના તરૂણ તરુણી અને તેના માતાપિતા માટે લાલબત્તી સમાન સાબિત* થયેલ છે…_

💫 _જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી રવી તેજા વાસમ શેટ્ટી* દ્વારા સકારાત્મક અભિગમ દ્વારા પોતાના પરિવારથી વિખુટા પડી ગયેલાને પોતાના *પરિવાર સાથે મિલન કરાવી, સોશીયલ મીડીયા ના દુરુપયોગથી બચવા સંદેશો* આપી, *સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ* નિભાવી, *પોલીસ પ્રજાની મિત્ર છે,* એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું…

મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જુનાગડ_


Share to