પ્રતિનિધિ / સતીશ વસાવા / દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા

ઝગડીયા ની રેવા રેસીડેન્સી મા રહેતા ફરીયાદી ચંન્દ્રીકાબેન પોતાના પરિવાર સાથે તા 05 / 10 / 20121 ના રોજ પોતાના મકાનને લોકમારી રાજપીપળા ઓરી વરખડ ગામે ગયેલ હતા.. તે દરમ્યાન કોઇ ચોર ઇસમ ચંન્દ્રીકાબેન ના ઝગડીયા સ્થિત બધ મકાનનુ લોકતોડી મકાનમા પ્રવેશ કરી બેડ રૂમમા આવેલ તિજોરીનુ લોક કોઇ સાધન વડે તોડી તિજોરી મા મુકેલ સોનાનો અઢી તોલાનો સેટ, સોનાનુ અઢી તોલાનું મંગળ સૂત્ર સોનાની બુટી,સોનાની ચાર તોલા ની લક્કી સોનાનો અછોડો સોનાની વીટી નગ 3, 31તોલા તોલાના સાંકડા અને એક HP કંપની નું લેપટોપ મળી ,ચાંદીના દાગીના સહિત કુલ કિમત રૂપિયા 06 ,01,000 / ની મતાની ચોરી કરી ચોર ફરાર થઇ ગયા હતા…

બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવતાં રેવા રેસીડન્સી માં રહેતા ચંદ્રીકાબેન મહેન્દ્રભાઈ પટેલે ઝઘડિયા પોલીસ સ્ટેશન મા ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકામાં અવારનવાર ચોરીઓ ની ઘટના વધુ પ્રમાણ મા બની રહી છે…હજુ તો ઉમલ્લા ના અછાલિયા તેમજ RPL કોલોની અને અન્ય ગામો મા થયેલ ઘરફોડ ચોરીનો ભેદ પોલીસ હજુ સુધી ઉકેલી નથી શકી ત્યાં જ વધુ એક મોટી ઘરફોડ ચોરી થતાં પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે…

More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં સોશ્યોલોજી એન્ડ સોશ્યલવર્ક વિભાગનાં સેમ-૪નાં વિદ્યાર્થીઓનો યોજાયો ફેરવેલ કાર્યક્રમ
નેત્રંગ-રાજપારડી રોડ પર આવેલ ભોટનગર પાસેથી પસાર થઈ રહેલ ચંદીગઢ પારસીંગની બે ટ્રકોનેGST વિભાગે ઝડપી લેતા.
જૂનાગઢના ખડિયા ગામે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી .દ્વાર આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો