November 19, 2024

ગુજરાત રાજ્ય તલાટી કમ-મંત્રી કેડરના પડતર પ્રશ્નોને લઇ ઝગડીયા તાલુકા પંચાયત કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું…

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા /દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા

ઝગડીયા તાલુકા તલાટી મંડળ દ્વારા ગત તા. 28 મી સપ્ટેમ્બરના રોજ કરેલ અરજી મુજબ તા. 1 લી ઓક્ટોબરના રોજ તાલુકા પંચાયત ઝગડીયા ના પટાંગણમાં બેનર સાથે ધરણા યોજવામાં આવ્યા.. જેમાં તાલુકાના સર્વે તલાટી કમ મંત્રીઓ હાજર રહ્યા હતા. આજના દિવસે માસ સી.એલ.પર રજા લઈ ઝગડીયા તાલુકા પંચાયત કચેરીમાં પડતર માંગણી પૂર્ણ કરવા માટે પ્રદર્શન કરવામાં આવયુ હતું…


ઝગડીયા તાલુકા પંચાયત કચેરી ખાતે તલાટી કમ મંત્રી કેડરના કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઝગડીયા તાલુકા તલાટી કમ મંત્રી દ્વારા જણાવામાં આવ્યું હતું કે તેઓની પડતર પ્રશ્નોને લઈને સરકાર સાથે લડત ચાલી રહી છે. જેમાં આજરોજ તબક્કાવાર કાર્યક્રમ મુજબ તમામ તાલુકા તેમજ જિલ્લા ના તલાટીઓ માસ સી.એલ. પર જઇને ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તલાટીઓ દ્વારા તમામ ઓનલાઈન કામગીરી અને મહેસૂલ કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે તેમજ
ઝગડીયા તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા સરકારને રજૂ કરાયેલ કેડરના પડતર પ્રશ્નો વિશે જણાવતા :-
– 2004 થી 2006 વર્ષના તલાટીઓને ઉચ્ચતર પગાર ધોરણના લાભ આપવા
– તા.1-1-16 બાદ મળવાપત્ર પ્રથમ અને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણની દરખાસ્તો બાબતે યોગ્ય નિર્ણય લઈ મંજૂર કરવા બાબતે
– આંકડા વિસ્તરણ અધિકારી સહકર્મ પ્રમોશન આપવા
– રેવન્યુ તલાટી તથા પંચાયત તલાટી મર્જ કરવા મહેસૂલ વિભાગના 2017 માં થયેલ પરિપત્રનો અમલ કરવા અને રેવન્યુ તલાટીની માફક તલાટી
કમ મંત્રીને પ્રથમ ઉચ્ચતર ગ્રેડ પે 4400 રૂપિયા આપવા
– 2006 માં નિમણૂક પામેલ તલાટી કમ મંત્રીને 18-1-2017 ના થયેલ પરિપત્ર મુજબના લાભો આપી ઉચ્ચતર ધોરણો મંજૂર કરવા
– E-TAS કે અન્ય ઉપકરણથી તલાટી મંત્રીની હાજરી પૂર્વના નિર્ણયો રદ્દ કરવા
– આંતર જિલ્લા ફેરબદલીના લાભો ઝડપથી આપવા
– પંચાયત સિવની વધારાની કામગીરી ન સોંપવી
– તલાટીને ફરજ મોકૂફી કરવા ચોક્કસ કાર્યરીતિ અનુસરવામાં આવે
– તલાટીઓની પુનઃનિયુક્ત ઝડપી કરવામાં આવે
– તલાટીઓ પર વારંવાર થતાં હુમલાઓ રોકવા કાયદાકીય રક્ષણ
– એક ગામ એક તલાટીની નિમણૂક કરવા જેવા પડતર પ્રશ્નો માટે વિરોધ પ્રદશન યોજાયું હતું ….


Share to

You may have missed