November 22, 2024

બે દિવસ પહેલા ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે કરજણ ડેમનું પાણી કોઈપણ જાતની જાણ કર્યા

Share to

બે દિવસ પહેલા ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે કરજણ ડેમનું પાણી કોઈપણ જાતની જાણ કર્યા વગર વહેલી સવારે ૦૪ વાગ્યાના આસપાસ બધા ગેટ એક સાથે ખોલી કરજણ નદીમાં પાણી છોડવામાં આવ્યું. વધુ પડતા પાણીના કારણે કરજણ નદી બે કાંઠે વહેવા લાગી અને નદીના વધુ પ્રવાહના કારણે નદીના બંને કાંઠાનું ભયંકર રીતે નુકશાન થયું છે. રાજપીપલાના સ્ટેટ સમયનો ઐતિહાસિક ઓવારાનું ભારે પણ નુકસાન થયું છે તથા રાજપીપલા સ્મશાન થી કરજણ નદીના નવા બ્રિજ સુધી રાજપીપળા શહેરની સાઈડનો રસ્તો જે ખેડુતો તથા રાજપીપલાની આમ પ્રજા માટે ખૂબ ઉપયોગી રસ્તો હતો. તે રસ્તો પણ ધોવાઇ જવા પામ્યો છે.

અચાનક એક સાથે પાણી છોડવાના કારણે રાજપીપળાના કાછીયાવાડના ખેડૂતો, માછી સમાજના ખેડૂતો તથા આદિવાસી ખેડૂતોનું તથા નદી કિનારે આવેલા અનેક ગામો જેવા કે હજરપરા ગામ, ભચરવાડા ગામ, બદામ ગામ તથા ધાનપુર ગામના ખેડૂતોની જમીનનું તથા કેળ સહિત ઉભા પાકનું અને ખેતરમાં બનાવેલી ફેન્સીંગ વાડનું ભારે નુકસાન થયું છે. તો આ બાબતે તાત્કાલિક ધોરણે સર્વે કરાવામાં આવે અને બંને કાંઠાનું ભવિષ્યમાં આ પ્રકારનું ધોવાણ ના થાય તે માટે જરૂર જણાય ત્યાં પ્રોટેક્શન વોલ બનાવાની જરૂર છે. રાજપીપળા રંગ અવધૂત મંદિર થી જતો રાજપીપલા શહેરનો રીંગરોડ પણ જમીન સહીત આખો ધોવાય ગયો છે. તો ત્યાં તાત્કાલિક ધોરણે પ્રોટેકશન વોલ બનાવી રસ્તાનું નિર્માણ કરવું ખુબ જ જરૂરી છે અને ખેડૂતોને થયેલા નુકસાનીનું વળતર સર્વે કરાવી તાત્કાલિક ધોરણે આપવામાં આવે તે માટે કલેક્ટરશ્રી નર્મદાનું ધ્યાન દોરવામાં આવશે અને સરકારશ્રીમાં પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના ધ્યાન પર આ વિષય લાવીશું.


Share to