November 21, 2024

સાવલી તાલુકાની ભાદરવા ગામની હદમાં આવેલા ભઠ્ઠા પર જવું છે તેમ કહી ભાડેથી રીક્ષા નક્કી કરી મુસાફરોના સ્વાંગમાં રીક્ષા ચાલકોને રસ્તામાં ગળા પર બ્લેડ મૂકી મોબાઇલ તેમજ રોકડની લૂંટ કરી ફરાર થઇ જવાના પ્રકરણમાં ભાદરવા પોલીસે બે લબરમુછીયા લુટારુઓની ધરપકડ કરીને પૂછપરછ કરતા વધુ એક લૂંટનો ભેદ ખુલવા પામ્યો છે

Share to


ભાદરવા પોલીસ મથકે ગતરોજ ફરિયાદી સંજયભાઈ ગણપતભાઇ માળી રહે દોડકા ટાંકી વાળુ ફળીયુ તાલુકો સાવલી ના એ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું છે કે 26 /9/ 2021તારીખ ના રોજ સવારે 11 વાગે પોતાની રીક્ષા લઈને નંદેશરી ચોકડી ઉભો હતો ત્યારે બે ઈસમોએ સાવલીના ભાદરવા નજીક આવેલા ઇટો ના ભઠ્ઠા જવા માટેનું નક્કી થયું હતું જે પેટે અઢીસો રૂપિયા ભાડું નક્કી કરેલ હતું અને પોતાની રીક્ષા નંબર GJ 06 AY 1797 લઈને ભાદરવા માટે નીકળ્યો હતો ત્યારબાદ બપોરના બાર વાગ્યાના સુમારે ભાદરવા નજીક રાયસંગ પીર ની દરગાહ નજીક આવેલી નાળ તરફ રિક્ષાવાળા વળાવી હતી અને ત્યારબાદ રીક્ષા માં બેઠેલા બે મુસાફરો પૈકી એકે રિક્ષાચાલક ના ગળા પર બ્લેડ મૂકીને મોબાઈલ અને રોકડ 500 રૂપિયા ની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા સદર બાબતની ભાદરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી પોલીસે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી અને ભાદરવા પી.એસ.આઇ બી એન ગોહિલે સદર બનાવને ગંભીરતાથી લઈને ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી ભાદરવા પીએસઆઇને બાતમી મળતા બે લબરમુછીયા લૂંટારૂ ઓની ધરપકડ કરી હતી 1 શહેર રેજા સાજીદ પઠાણ ઉ 22 .2 રાહિર સાજીદ પઠાણ ઉ 21 મૂળ રહે ઉત્તર પ્રદેશ ગામ ગુડ સાઈઝ ગંજ જિલ્લો કનોજ હાલ રહે છાણી આશાપુરી વડોદરા બંને સગા ભાઈઓની ધરપકડ કરી હતી..
બાઈટ..1 સંજય ગણપત માંડી
ફરિયાદી રીક્ષા ચાલક દોડકા ગામ

બંને પકડાયેલ ભાઈઓને પોલીસ દ્વારા કડક હાથે પૂછપરછ કરતા બે દિવસ અગાઉ પણ વધુ એક લૂંટ ને આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડી થી લૂંટ કરવાની ઘટનાની કબૂલાત કરી હતી પોલીસે બે દિવસ અગાઉ ભોગ બનનાર શાહરૂખ નાસીર ભાઈ વાઘેલા રહે છાણી નંદ નગર સોસાયટી આગળ હરિધામ સોસાયટી સોખડા ની ફરિયાદ લઈને વધુ એક લૂંટનો ગુનો નોંધ્યો છે પ્રાપ્ત વિગતો મુજબ તારીખ 24/ 9 ના રોજ ફરિયાદી શાહરુખ વાઘેલા પોતાની રીક્ષા નંબર GJ 06 AW 1738 લઈને નંદેસરી ચોકડી ઉભો હતો ત્યારે આ બંને લબરમુછીયા યુવકોએ ભાદરવા ભઠ્ઠા પર જવાનું છે કેમ કહી ગાડી રીક્ષા કરી રાયસંગ પીર ની દરગાહ નજીક આવેલા કાચી રસ્તા ની નાળ માં લઈ જઈને ગળે ધારદાર બલેડ મૂકીને મોબાઇલ તેમજ 500 રૂપિયા રોકડા લઈને લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા આમ ભાદરવા પોલીસે ગણતરીના કલાકોમાં જ રીક્ષા ચાલકોને મુસાફરના સ્વાંગમાં લૂંટતી ટોળકીને ઝબ્બે કરી ને જેલ ભેગી કરી છે હાલ પોલીસ વધુ પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે..
શાહરુખ વાઘેલા
ફરિયાદી રીક્ષા ચાલક છાની વડોદરા.
રિપોર્ટર = સુરેન્દ્રસિંહ દેવીસિંહ ચૌહાણ.સાવલી.


Share to

You may have missed