જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરિક્ષક શ્રી નીલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબની અધ્યક્ષતામાં આગામી નવરાત્રી તહેવાર દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિક્ષકની કચેરી જૂનાગઢના કોન્ફરન્સ હોલમાં નવરાત્રી તેમજ દશેરાના તહેવાર અનુસંધાને ગરબા આયોજકો સાથે મીટીંગનુ આયોજન કરવામા આવેલ જેમાં આશરે ૨૫ જેટલા પાર્ટી પ્લોટ/ગરબીના આયોજકો હાજર રહેલ હોય,
> નવરાત્રી તહેવાર ઉજવણી પહેલા તમામ આયોજકોએ તેઓના પાર્ટી પ્લોટમાં સ્ટેજ તથા મેદાનના તમામ વિસ્તારમાં લાઇટીંગની યોગ્ય વ્યવસ્થા રાખવી.
જૂનાગઢ જીલ્લા પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં નવરાત્રી તહેવાર અનુસંધાને ચાલતા તમામ ગરબા કલાસીસની વિઝીટ કરવામા આવેલ છે.
નવરાત્રી તહેવાર અનસંધાને તમામ ગરબા આયોજકોને પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.ઓ.જી. જૂનાગઢ દ્વારા સાયબર ફ્રોડ તથા મહીલા સુરક્ષા બાબતે ઓડીયો તથા વિડીયો કલીપ આપવામા આવનાર છે જેનો નવરાત્રી તહેવાર દરમ્યાન પ્રચાર પ્રસાર કરવાનો રહેશે.
નવરાત્રી તહેવારના ગરબા આયોજકો તેઓના આયોજનમાં સ્વયંસેવકોને વધુ ઉપયોગ કરે તથા અસામાજીક તત્વો ગરબા રમતા મહીલાની નજીક ના આવે તેનો ખ્યાલ રાખે તથા આવા કોઇ વ્યકિત દેખાયે તાત્કાલીક પોલીસનો સંપર્ક કરવો જેથી બનાવ બનતો અટકાવી શકાય.
A પોલીસ દ્વારા સોશીયલ મિડીયામાં પોલીસ અધિકારીશ્રીઓના સંપર્ક નંબર જાહેર કરવામા આવેલ છે.
નવરાત્રી તહેવાર દરમ્યાન જૂનાગઢ જીલ્લાની 18 SHE TEAM દ્વારા ગરબા કલાસીસની મુલાકાત લેવાયેલ છે તથા મહીલા સલામતી માટે માર્ગદર્શન આપવામા આવેલ છે.
નવરાત્રી તહેવાર દરમ્યાન જો કોઇ ઇસમ શાંતી ડહોળવાનો પ્રયાસ કરે તો નજીકના પોલીસ સ્ટેશનના થાણા અધિકારીશ્રીનો અથવા પોલીસ કન્ટ્રોલરૂમ જૂનાગઢ (૦૨૮૫-૨૬૩૦૬૦૩)નો
સંપર્ક કરવાનો રહેશે. ગરબા આયોજક એ વાતની ખાતરી કરે કે વોલીએન્ટર કે અન્ય કામગીરી કરનાર કર્મચારી કોઇ કેફી પદાર્થનો નશો કરેલી
હાલતમાં ગરબા મંડળમાં ના હોવો જોઇએ તેની ખાતરી કરવી
અને જો મળી આવશે તો ગરબા આયોજકને જવાબદાર ગણી આગલા દિવસનો ગરબા કાર્યક્રમ રદ્દ કરવામા આવશે.
ગરબા આયોજકે રોડ થી અંદરના ભાગે આવેલા ગરબામાં પ્રવેશ કરવા માટે રોડ ઉપર લાઇટીંગની વ્યવસ્થા કરવાની રહેશે.
> ગરબામા એન્ટ્રી ગેઇટ પાસે પાસ/ટીકીટની વહેચણી/ચેક કરવામા આવે ત્યા પબ્લીકનો ધસારો ન વધે તેની ખાસ કાળજી રાખવાની રહેશે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.
એકબીજાને સમજતા થઇએ, સમજતા થઇશું તો સમજાવવાનો તબક્કો જ નહીં આવે- ડો. મતાઉદ્દીન ચિશ્તી