October 9, 2024

જુનાગઢ જીલ્લાની પોલીસ દ્વારા વિશ્વ વૃધ્ધ દીવસ નિમીતે ઉજવણી કરવામાં આવી

Share to

જુનાગઢ રેન્જના મહે પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાંજડીયા સાહેબનાઓ તથા મહે.પોલીસઅધિક્ષક જુનાગઢ હર્ષદ મહેતા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક નીકીતા શિરોયા સાહેબ નાઓના સુપરવિઝન દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી.ગઢવી
સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એફ.બી.ગગનીયા સાહેબ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.સુવા
સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ એસ.પી.સીના ડી.આઇ. તથા એસ.પી.સીના બાળકોને સાથે રાખી આજરોજ જુનાગઢ જિલ્લાના દાદી-દાદીના દોસ્ત તથા સુરક્ષા સેતુ અંતર્ગત વિશ્વ વૃધ્ધ દિવસ તા.૦૧/૧૦/૨૦૨૪ના રોજ ઉજવણી કાર્યક્રમમાં “અપનાઘર વૃધ્ધાશ્રમ”મા “અપનાઘરવૃધ્ધાશ્રમ”ના ૪૦ સભ્યો તથા “મહિલા આશ્રય સ્થાન”ના ૧૨ સભ્યો તથા “ભિક્ષુક ગ્રુહ”ના ૧૭સભ્યો, “વૃધ્ધ નિકેતન”ના ૨૨ સભ્યો, “સોની સમાજ વૃધ્ધાશ્રમ”ના ૦૬ સભ્યો તેમજ “સીનીયરસીટીઝન ગ્રુપ”ના ૪૫ વૃધ્ધ સભ્યોનુ એસ.પી.સી.ના બાળકો દ્વારા પુષ્પગુચ્છ તેમજ કંકુ ચોખાદ્વારા તિલક કરી જીવન જરૂરીયાતના કપડા તેમજ શ્રીમદ ભગવત ગીતાજી પુસ્તકની ભેટ આપીસન્માન કરવામાં આવ્યુ. તેમજ જુનાગઢ પોલીસ બેન્ડ દ્વારા નવરાત્રી તહેવાર સબબ રાસ ગરબાના આયોજનમાં તમામ વડીલો તથા એસ પી.સીના બાળકો દ્વારા રાસ ગરબા કાર્યક્રમમા ભાગ લઇ ઉજવણી કરવામાં આવી

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed