::ગોચરમા થયેલ દબાણ અંગે તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી ન થતા મીડિયા થકી કરી રજૂઆત…
::તલાટી અને સરપંચ અજાણ કે પછી .???...
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં અંતરિયાળ વિસ્તારમાં આવેલ વાંકોલ ગ્રામ પંચાયતની હદમાં આવેલ સર્વે નંબર 135 હેકટર 13-51-10 ચોરસ મીટર ગોચરની જમીનમાં કેટલાક લોકો દ્વારા ખેતર કરી પાકનું વાવેતર કરતાં એક ગ્રામજન દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી જે સંદર્ભે કચેરી દ્વારા તાલુકા તેમજ જિલ્લા ઉપરથી જે તે પંચાયતના તલાટી ક્રમ મંત્રીને આ વિશે તપાસ કરવા જણાવી અને દબાણ થયેલ જમીન ને ખાલી કરવા માટે પત્ર પાઠવવામાં આવ્યો હતો
અને અરજકરતા તેમજ વિભાગ ને તેનો રિપોર્ટ પ્રસ્તુત કરવા જણાવાયું હતું વિભાગ ની સૂચના ને અવગણી ને તલાટી અને સરપંચની મિલીભગતના કારણે જંગલની મધ્યમાં આવેલ એવા નેત્રંગ તાલુકાના કોલીયાપાળા ગામના ગોચર ની જમીન મા અરજકરતા નારણભાઇ ના જાણવ્યા અનુસાર 25 થી વધુ લોકો દ્વારા તુવેર, કપાસ,અડદ, જેવા વિગેરે પાકોની વાવણી સરકારી ગોચર ની જમીનમા કરી દેવામાં આવી હતી જે બાબતે અરજકર્તા નારણભાઈ રમેશભાઈ વસાવા રહે કોલ્યાપાડા તાલુકો નેત્રંગ દ્વારા તારીખ 01- 08- 2022 ના રોજ આપેલ અરજી મારફતે ભરૂચ કલેકટર તેમજ ઝઘડિયા પ્રાંત કચેરી નેત્રંગ તાલુકા મામલતદાર શ્રી ને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી જે બાબતે ભરૂચ અધિક કલેકટર કચેરી દ્વારા તેમજ ઝઘડિયા અને મામલતદાર કચેરી નેત્રંગ દ્વારા આ બાબતે વિસ્તરણ અધિકારી તેમજ તલાટી કમ મંત્રીને ગોચરની જમીન ખુલ્લી કરી આપવા બાબત પત્ર પાઠવ્યો પાઠવી ઉચિત કાર્યવાહી કરવા જણાવ્યું હતું પરંતુ દોઢથી બે વર્ષ બાદ પણ આ બાબતે તલાટી તેમજ અન્ય કોઈ અધિકારી દ્વારા કોઈપણજાતની કાર્યવાહી કરવામાં ન આવતા અરજ કરતા એ મીડિયા નો સહારો લીધો હતો અને તાત્કાલિક ધોરણે ગોચરની જમીન મા પશુઓ ને ચરાવવા માટે ખાલી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.. ત્યારે આટલા મોટા પ્રમાણમાં ગોચરની જમીનમાં પશુઓ માટે ચરામણ માટે હોઈ છે જેમાં અનાજ ના પાકોનું વાવેતર કરી દેતા સરપંચ, તલાટી ને આની જાણ કેવી રીતે ન થઈ તે એક પ્રશ્ન ?
અરજકરતા દ્વારા આ દબાણ બાબતે લેખિત મા રજુઆતને પણ એક વર્ષ પૂર્ણ થવા આવ્યું હોવા છતાં કેમ પંચાયત ના તલાટી અને સરપંચે આ ધ્યાને ન લીધું.? અને મહિનાઓ વીતવા છતાં અરજકરતા ની વારંવાર રજુઆત હોવા છતાં અન્ય અધિકારીઓ દ્વારા કેમ આ બાબતે સ્થળ નિરીક્ષણ કરવામાં ન આવ્યું તે બાબતે અધિકારીઓ,તલાટી, અને સરપંચ ઉપર પણ ઘણા સવાલ ઊભા થઈ રહ્યા છે…
અત્રે ઉલ્લેખનીય છે કે 16-07-2022 ના પરિપત્ર પ્રમાણે અનઅધિકૃત રિતે કોઈ ગેરકાયદેસર દબાણ સરકારી જમીન મા ન થાય તે માટે તાલુકા કચેરી સહિત પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા જમીન ફરતે તારની વાળ સહિત ફેન્સીંગ કરવાની હોઈ છે જેના પુરાવા તરીકે ફોટો તથા વીડિયોગ્રાફી કરી એહવાલ જિલ્લા કલેકટર કચેરીને મોકલવાના હોઈ છે…
તો પછી આટલી મોટી જગ્યામા લોકો દ્વારા ગોચર ની જમીન મા પાક નું વાવેતર કેવી રીતે કરી દેવામાં આવ્યું? સવાલ એ છે કે આ બાબતે ગોચર ની જમીનમા વાવેતર કરી દેતા જે તે તલાટી અધિકારીએ આટલા સમય સુધી આ જગ્યા ની સ્થળ મુલાકાત કેમ ન કરી? તેવા આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર રીતે સરકારી જમીન મા દબાણ અંગે લેન્ડ ગ્રેબિંગ નો ગુણો બનતો હોય છે અને જો આમાં લાગતા વળગતા અધિકારીઓ દ્વારા કોઈ ગેરરીતી થઈ છે તો અધિકારીઓ ઉપર પણ વિભાગ દ્વારા શિક્ષાત્મક પગલાં લેવાની પરિપત્ર મા જોગવાઈ છે તો શુ આ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ આ દિશામાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવશે કે કેમ અને આ બાબતે કોઈ ઉચકક્ષાના અધિકારીઓ સંજ્ઞાન લેશે કે નહીં તે હવે જોવું રહયું…
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.