November 19, 2024

રાજપીપળા પંથક મા વ્યાજખોરો ફરી બેફામ બનતા પોલીસે બે ઈસમો સામે ગુનો નોંધ્યો

Share to



ઈકરામ મલેક:રાજપીપળા, નર્મદા

વ્યાજખોરો ના ત્રાસ થી આપઘાત કરી લેવાના બનાવો મા એકાએક વધારો થતાં, ગુજરાત સરકારે વ્યાજખોરો સામે પોલીસ ને આકરા પગલાં ભરવાના નિર્દેશો આપ્યા હતા….

ત્યારે પોલીસે ગામે-ગામ લોક દરબારો ભરીને મંજૂરી વગર આકરું વ્યાજ વસુલતા વ્યાજખોરો સામે ફરિયાદો નોંધાવવા લોકો ને આગળ આવવાની અપીલ કરતા વ્યાજખોરો સામે પોલીસે તવાઈ ગુજારી એક પછી એક વ્યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી માથાભારે વ્યાજખોરો સામે પાસા સહિત ની આકરી કાર્યવાહી શરૂ કરતાં વ્યાજખોરો મા ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો…

પરંતુ પોલીસ અને સરકાર ની આકરી કાર્યવાહી બાદ પણ હજી કેટલાંક વ્યાજખોરો સુધારવાનું નામ લેતા નથી..

નર્મદા ના નાંદોદ તાલુકા ના માંગરોળ ગામે રહેતા જયંતીભાઈ જેસંગ ભાઈ પટેલ ઉ.57 એ રાજપીપળા પોલીસ પાસે તેમનાજ ગામ ના કંચન મૂળજી પટેલ અને રાકેશ કંચન પટેલ સામે રૂ.8 લાખ ના બદલા મા વ્યાજ નું વ્યાજ ગણી 17 લાખ રૂ ની પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપી ફરિયાદી જયંતિ ભાઈ પટેલ નું વડીલો પારજીત મકાન આરોપીઓ એ બળજબરીથી પોતાના નામે કરાવી લીધું હતું..

અને મકાન ની બાજુ મા આવેલ નાસ્તા ની દુકાન પણ ખાલી કરાવવા માટે વારંવાર દબાણ કરતા વ્યાજખોરો ના ત્રાસ થી વાજ આવી ગયેલા જેન્તી ભાઈ પટેલે આરોપી કંચન મૂળજી પટેલ અને રાકેશ કંચન પટેલનાઓ સામે ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ સહિત અન્ય કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ સમક્ષ ફરીયાદ કરી છે..

પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે..


Share to

You may have missed