November 21, 2024

ઝઘડિયા તાલુકાના નાના વાસણાના ગ્રામજનો દ્વારા રેતીના વાહનો રોકી આંદોલનનું ની રણસિંગું ફૂક્યું…

Share to

ગ્રામજનો દ્વારા લાગતા વળગતા તંત્રને આ રસ્તો બંધ કરાવવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી

તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી લીઝ ધારકો ધાકધમકી આપે છે -ગ્રામજનો

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદા નદીમાંથી રેતી ખનન મોટાપાયે થઈ રહ્યું છે જેમાં ઇન્દોર,વેલુગામ,પાણેથા નાના વાસણા જેવા ગામોમાંથી રોજની અસંખ્ય રેતી ભરી ને હાયવા ટ્રક પસાર થઈ રહી છે ત્યારે આજરોજ નાના વાસણા ગામના ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતના ગૌચરની જમીનમાંથી રસ્તો બનાવી રેતીના વાહનો પસાર કરવામાં આવી રહ્યા છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ રસ્તો વાસણા ગ્રામ પંચાયતની જમીન હોય જેમાંથી રેતી ભરેલ વાહનો રાત દિવસ પસાર કરતા હોય અને જેના થી રેતી પડવાથી રસ્તા ઉપર રેતી ના ઢગલા થઈ જાય છે જેથી વાહન ચાલકો ને પણ અકસ્માત થવાનો ભય છે અને આજુબાજુ આવેલ ખેતરોના પાક ને પણ નુકસાન થઈ રહ્યું છે અને આ ગેરકાયદેસર પંચાયત ની પરવાનગી વિના મોટી સઁખ્યા મા રાત દિવસ અહી થી પસાર થઈ રહ્યા છે જેનો આજરોજ ગ્રામીણો એ ભેગા મળી વિરોધ નોંધાવી આંદોલનનું રણસિંગું ફૂંક્યું હતું..

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગ્રામજનો દ્વારા લાગતા વળગતા તંત્રને આ રસ્તો બંધ કરાવવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજ રોજ સુધી તે બાબતનું કોઈ નિરાકરણ નહીં આવતા ગ્રામ પંચાયતના સરપંચ સહિત ગ્રામજનો દ્વારા રસ્તા પર ઉતરી રેતી ભરેલ વાહનો ને રોકી આંદોલન કર્યું હતું…જોકે આ બાબતે પોલીસ તંત્ર ને જાણ થતા સાવચેતી ના ભાગરૂપે પોલીસ ના જવાનો હાજર રહી ગ્રામજનો કોઈ વાહન અને વ્યક્તિ ને નુકશાન ન થાય તેની કાળજી રાખી હતી..ત્યારે આ બાબતે નાના વાસણા ગામના લોકો દ્વારા રસ્તા ની બાબતે હાલ તંત્ર પાસે કાર્યવાહી કરવાની માગ સાથે સુત્રોચાર કરી વિરોધ નોંધાવતા રેતી ભરેલ હાયવા ટ્રક માલિકો અને લીઝ ધારકો ને નુકસાની વેઠવાનો વારો ફરી આવશે તેવા એંધાન જોવાઈ રહ્યા છે..


Share to

You may have missed