November 22, 2024

ભરૂચ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલની ઉપસ્થિતમાં નારી સંમેલન યોજાયુભરૂચ જિલ્લામા દહેજ પ્રથા નહીવત – શ્રીમતી અલ્પાબેન પટેલ

Share to




ભરૂચ:મંગળવાર:: ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચના સંયુક્ત ઉપક્રમે જિલ્લા આઈ. સી. ડી. એસ દ્વારા રોટરી ક્લબ હોલ ખાતે નારી સંમેલન-૨૦૨૩ યોજવામા આવ્યું હતું.

મહિલાઓમાં નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપવા માટે નારી સંમેલન કાર્યક્રમ આયોજિત કરવામા આવ્યો હતો.

આ પ્રંસગે કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમતી અલ્પાબેન પટેલે જણાવ્યુ હતુ કે, ભરૂચ જિલ્લાની મહિલાઓ પ્રધાનમંત્રી શ્રી નરેનદ્રભાઈ મોદીએ મહિલા સશક્તિકરણની જે સંકલ્પના સેવી છે તેને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે મહિલાઓ માટે કેન્દ્ર તથારાજ્ય સરકારે જે નારી સશક્તિકરણ માટે જે યોજનાઓ બહાર પાડી છે તેનો લાભ લેવાની હિમાયત કરી હતી.

વધુમાં તેમણે ગ્રામ્ય કક્ષાની બહેનોમાં જાગૃતી ફેલાવા માટે પણ આહવાન કર્યું હતુ. તેમણે વ્હાલી દીકરી યોજના અંગેની સમજ આપી આ યોજનાનો લાભ લેવા જણાવ્યુ હતુ. સાથે જ તેમણે જણાવ્યુ હતુ કે, ભરૂચ જિલ્લામા દહેજ પ્રથા નહીવત છે.

નારી સંમેલન કાર્યક્રમમા જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, આઈ. સી. ડી. એસ. અધ્યક્ષા, દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી પ્રિતેષ વસાવા,જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જે એસ દુલેરા મહિલા અને બાળ અધિકારીશ્રી સહીત અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામા આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


Share to