December 3, 2024

ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ BTP અને BTTSના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું

Share to

ભારતીય ટ્રાઈબલ પાર્ટી અને BTTS ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા દ્વારા છોટુ વસાવાની અવગણના કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે છોટુ વસાવાના નાના પુત્ર દીલિપ છોટુ વસાવાએ રાજીનામું આપ્યું હોવાનું સોસિય પોતાના ફેસબુક પેજ પર જણાવ્યું હતુ, દિલીપ વસાવાએ BTP અને BTTSના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. દિલીપ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને રાજીનામાંની જાણ કરતા રાજકિય હડકંપ મચી છે, વધુમાં જણાવ્યું હતુ કે, ઝઘડીયા વિધાનસભામાં મહેશ વસાવાએ ઉમેદવારી કરતાં ST, SC, OBC, માઇનોરિટી સમાજના અધિકારોની લડાઈને નુકશાન થઈ રહ્યું છે, જેથી દિલીપ વસાવાએ સ્વેચ્છીક રીતે BTP અને BTTS નાં ગુજરાતના મહા સચિવનાં હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.

રિપોર્ટર:- કાદર ખત્રી


Share to