December 3, 2024

નાંદોદ ભાજપ મા બળવો ફાટી નીકળ્યો, પૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવા એ અપક્ષ ઉમેદવારી કરી

Share to



ઈકરામ મલેક:રાજપીપળા 11-11-22

૧૪૮ નાંદોદ વિધાનસભાની ૨૦૨૨ ની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાં ભડકો થયો છે. અને ડો.
દર્શના બેન દેશમુખને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવતાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાને ટિકિટ આપવામાં ના આવતા આજે તા. ૧૧ ના રોજ હર્ષદ વસાવાએ પોતાના સમર્થકો સાથે બળવો કરીને વાજતે ગાજતે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. ૧૪૮ નાંદોદ વિધાનસભાની ચુંટણીમાં નવા સમીકરણો ઉભા થયા છે. ભારતીય જનતા પાર્ટીમાં હડકંપ મચી ગયો છે.

૧૪૮ નાંદોદ વિધાનસભાની ૨૦૨૨ ની ચુંટણીમાં આજે તા. ૧૧ ના રોજ ભાજપમાં ભડકો થયો હતો. અને ૧૪૮ નાંદોદ વિધાનસભાની ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાને ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં ના આવતા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ડો. દર્શના બેન દેશમુખને ૧૪૮ નાંદોદ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવતાં હર્ષદ વસાવા અને તેમના સમર્થકો નારાજ થતાં આજે વાજતે ગાજતે હર્ષદ વસાવાએ તેના સમર્થકો સાથે વાજતે ગાજતે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. હર્ષદ વસાવા સાથે ભાજપના ભારતી બેન તડવી, જિલ્લા પંચાયત સભ્ય કિરણ વસાવા, નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ દેસાઈ, દિનેશ ભાઈ બારિયા અને અન્ય કાર્યકરો દ્વારા હરસિદ્ધિ માતાજી થઈ રાજપીપળા ખાતે શક્તિ પ્રદર્શન કરીને અપક્ષ ઉમેદવાર તરીકે હર્ષદ વસાવાએ ફોર્મ ભર્યું હતું. ભાજપ માં ભડકો થયો હતો.
૧૪૮ નાંદોદ વિધાનસભાની ચૂંટણીમાં નવા સમીકરણો ઉભા થયા છે. કોંગ્રેસ દ્વારા હજુ પણ ૧૪૮ નાંદોદ વિધાનસભાની ચૂંટણી માટે કોઈ ઉમેદવારને ટિકીટ આપવામાં આવી નથી? અત્રે ઉલ્લેખનીય છે કે ૧૪૯
દેડિયાપાડા વિધાનસભાની ચુંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની ટિકિટ આપવામાં આવી નથી અને આયાતી ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવનાર છે.
એવી લોકો ચર્ચાએ જોર પકડયું છે. ત્યારે જો દેડિયાપાડા બેઠક માટે આયાતી ઉમેદવારને ટિકીટ આપવામાં આવશે તો દેડિયાપાડા તાલુકામાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ભડકો થવાની સંભાવના છે. બળવો થવાની પૂરે પૂરી શક્યતા છે.
નર્મદા જિલ્લામાં આ બે બેઠકો પર અત્યારે જુદા જુદા સમીકરણો ઉભા થયા છે.


Share to