November 21, 2024

ઝઘડિયા તાલુકા પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ઇન્દિરા આવાસ યોજના તથા મનરેગા યોજના ના કામો બાબતે માહિતી માંગવામાં આવી.

Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

ઝઘડિયા તાલુકાના તલોદરા ગામના સામાજિક કાર્યકર ગણપતભાઈ પટેલ દ્વારા અધિક મદદનીશ ઇજનેર તાલુકા પંચાયત ઝઘડિયા પાસે માહિતી અધિકાર હેઠળ માહીતી માંગવામાં આવી છે. ઝઘડિયા તાલુકા પંચાયતમાં પૂર્વ અધિક મદદનીશ ઇજનેર ના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તથા કારોબારી અધ્યક્ષ સામે વિકાસ ના કામોના ડુપ્લીકેશન બિલ બનાવવાના દબાણના આક્ષેપો બાદ ભ્રષ્ટાચારના પોપડા ઉખડી રહ્યા છે ત્યારે સ્થાનિક તાલુકા વાસીઓમાં તાલુકા પંચાયતના ભ્રષ્ટાચાર બાબતે ભારે ચર્ચાઓ થઈ રહી છે.


ઝઘડિયા તાલુકાના તલોદરા ગામના રહીશ ગણપતભાઈ બી પટેલ દ્વારા માહિતી અધિકાર હેઠળ ઝઘડિયા તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઇજનેર પાસે માહિતી માંગવામાં આવી છે, તેમણે પ્રથમ માહિતીમાં જણાવ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ઇન્દિરા આવાસ યોજના તેમજ અન્ય જે કોઈ આવાસ યોજના સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે તે તમામ યોજનાના હુકમો પરિપત્રો ઠરાવો કે જેમાં લાભાર્થીની પાત્રતા યોજનાની નાણાકીય સહાયની મર્યાદા આ યોજનાઓમાં સરકારની અન્ય યોજના ના નાણા વાપરવા ઠરાવેલ હોય તે ઠરાવો પરિપત્રો, હુકમોની પ્રમાણિત નકલો માંગવામાં આવી છે, તથા સરકારની મનરેગા યોજના હેઠળ કયા કયા કામોને સમાવેશ કરવામાં આવેલ છે તે અંગેના સરકાર માહિતી, ઠરાવો,હુકમો, પરિપત્રોની પ્રમાણિત નકલો તથા આ કામગીરીની અમલવારી કોના નિયંત્રણ હેઠળ કરવાની છે તે અંગે ઠરાવો, હુકમો, પરિપત્રમાં ઉલ્લેખ કરેલ ન હોય અને અલગથી જોગવાઈ કરેલ હોય તો તે આધારોની પ્રમાણિત નકલો માંગવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકા પંચાયતના પૂર્વ અધિક મદદનીશ ઇજનેર શિવમ રાંદેરી ના કારોબારી અધ્યક્ષ અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિરુદ્ધ થયેલ આક્ષેપો બાદ ઝઘડિયા તાલુકામાં થતા વિકાસના કામોમાં થતી ગોબાચારી બાબતે અધિકારીઓ રાજકીય પાર્ટીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે

#દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed