November 21, 2024

બોડેલી તાલુકાના તાડકાછલા પાસે ઓરસંગ નદી ના કિનારે 10 ફૂટ લાંબો મગર જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ

Share to



બોડેલી તાલુકાના તાડકાછલા પાસે ઓરસંગ નદીના વહેતા પાણીમાં મગર જોવાતા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો મગર નદીના પાણીમાંથી બહાર નીકળીને ફરતો જોવા મળ્યો હતો ત્યારે દૂર સુધી લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા અને ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં પણ આવી હતી વન વિભાગની ટીમ મગરના રિસ્ક્યુ માટે આવી હતી પણ તપાસ કરતાં મગર ન દેખાતા વન વિભાગની ટીમ પરત કરી હતી મગર નદીમાંથી બહાર નીકળીને થોડા ટાઈમ પછી પાછો નદીના અંદર જતો રહ્યો હતો ત્યારે આજુબાજુ વિસ્તારના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે જ્યાં મગર નીકળ્યો હતો ત્યાં રેતી ની લીજો પણ આવેલી છે અંદાજિત 10 ફુટ લાંબો મગર રેતીની લીઝ ના ખાડામાં અંદર ઘૂસી ગયો છે આ મગર ગમે ત્યારે બહાર નીકળીને કોઈને નુકસાન પહોંચાડે એ પહેલા એને વન વિભાગ દ્વારા પકડવામાં આવે તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed