November 12, 2024

જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી અને ફોરેસ્ટ વિભાગના ડીસીએફ સુનિલ બેરવાલ,તેમજ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, દ્વારા પરિક્રમા દરમ્યાન અશક્ત, વૃધો, બાળકો મહિલાઓને રસ્તામાં બીમાર પડે અથવા ચાલીન શકે તેવા લોકોને વાહનમાં ભાવનાથ ખાતે પહોંચાડી, મદદ કરવામાં આવી

Share to




💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા* સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_

💫 _જૂનાગઢ શહેરમા ભવનાથ ખાતે યોજાયેલ ગિરનાર પરિક્રમામા આવતા લોકોને રૂટ ઉપર જમવાની અને રોકાવાની વ્યવસ્થા ના હોઈ, એક જ દિવસમાં પરિક્રમા પુરી કરવામાં આવતી હોય, બાળકો અને વૃદ્ધોને એક જ દિવસમાં ગિરનાર પરિક્રમા પુરી કરવાના કારણે ખૂબ જ તકલીફ પડે છે. આવા સમયે વહીવટી તંત્ર દ્વારા બોરદેવી ખાતે આઈશર મેટાડોર તથા બોલેરો ગાડીઓની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે…._

💫 _જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* તથા *ફોરેસ્ટ વિભાગના ડીસીએફ શ્રી સુનિલ બેરવાલ*, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.આઈ.ભાટી, સહિતના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા રાત્રીના સમયે ખાસ બોરદેવી તથા નળ પાણીની ઘોડી ચેક ડેમ વિસ્તારમાં પેટ્રોલિંગ તેમજ ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ હતું. આ પેટ્રોલિંગ દરમિયાન પરત આવતા, રસ્તામાં મોટી ઉંમરના સિનિયર સીટીઝન કપલ તેમજ નાના છોકરા સાથેની મહિલાઓ હેરાન થતા માલુમ પડતા, જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* તથા *ફોરેસ્ટ વિભાગના ડીસીએફ શ્રી સુનિલ બેરવાલ*, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.આઈ.ભાટી, સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા તમામને પોતાની સરકારી વાહનોમાં બેસાડી, ભવનાથ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા ફોરેસ્ટ અધિકારી દ્વારા ચાલી નહીં શકતા અશક્ત માણસોને પોતાની ગાડીમાં જગ્યા કરીને બેસાડી, ભવનાથ ખાતે પહોંચાડતા, જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો….._

💫 _જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા ભવનાથ ખાતેના ગિરનાર પરિક્રમા દરમિયાન જડબેસલાક બંદોબસ્ત ગોઠવી, જાતે હાજર રહી, નહીં ચાલી શકતા અશક્ત વ્યક્તિઓ, નાના બાળકો, વૃધો, મહિલાઓને રસ્તામાંથી પોતાના સરકારી વાહનમાં ભાવનાથ ખાતે પહોંચાડી, મદદ કરી, *સુરક્ષા સાથે સામાજિક સેવાનું ઉત્તરદાયિત્વ* નિભાવી, *પોલીસ પ્રજાની મિત્ર છે,* એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું…_

મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જુનાગઢ
D n s news


Share to

You may have missed