November 26, 2024

* નેત્રંગ તાલુકાના ઉમરખાડા ગામે ખેતરમાંથી દીપડો પાંજરે પુરાયો * દીપડાએ બકરાનું મારણ કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ

Share to

તા.૦૯-૧૦-૨૦૨૪ નેત્રંગ.

ભરૂચ જીલ્લાના જંગલ વિસ્તારમાં આવેલા વાલીયા-નેત્રંગ અને ઝઘડીયા તાલુકો વન્યપ્રાણીના વસવાટ માટે અભીયારણ બની ગયા હોય તેવું સ્પષ્ટપણે જણાઇ રહ્યું છે.અવરનવર દીપડાનું મનુષ્યજીવ ઉપર હુમલા અને નજરે પડવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે.થોડા દિવસો પહેલા જ નેત્રંગ તાલુકાના રાજાકુવા ગામની દસ વષીઁય દીકરી ઉપર જીવલેણ હુમલો કરતાં કરૂણ મોત નિપજ્યું હતું.ત્યારબાદ નેત્રંગ તાલુકાના ઉમરખાડા ગામમાં થોડા દિવસો પહેલા કદાવર દીપડાએ એક બકરાનું મારણ કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો.જેમાં પાંજરે પુરાયેલ દીપડા થોડા દિવસ પહેલા એક બકરાનું મારણ કરતાં ગ્રામજનોએ ઝઘડીયા વનવિભાગને દીપડાને પાંજરે પુરવા માટે પાંજરૂ ગોઠવવાની રજુઆત કરી હતી.ઝઘડીયા વનવિભાગે પાંજરૂ ગોઠવી ગણતરીના દિવસોમાં જ દીપડો પાંજરામાં પુરતા વનવિભાગ અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed