November 21, 2024

હોટલ-રેસ્ટોરન્ટ, મોલ, સિનેમાઘરોમાં વેક્સિનના બંને ડોઝ ફરજિયાત

Share to

(ડી.એન.એસ.) સુરત, તા.૧૬
તહેવારોની રજા પૂર્ણ થતાં જ ફરી રસીકરણ તેજ કરવામાં આવ્યું છે. શહેરમાં પ્રથમ ડોઝ માટે ૩૧ સેન્ટર પર જ જ્યારે ૧૨૪ સેન્ટર પર બીજા ડોઝ માટે રસી અપાઈ રહી છે. જ્યારે ૮ સેન્ટર પર એપાઈન્ટમેન્ટ લેનારાને રસી અપાઈ રહી છે. ૨ સેન્ટર પર વિદેશ જનારા માટે ખાસ વેક્સિન અપાઈ રહી છે. જ્યારે ૧૪ સેન્ટર પર કોવેક્સિન આપવામાં આવી રહી છે. આજે ૧૭૯ જેટલા સેન્ટર પર રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.સુરતમાં દિવાળી બાદ કોરોના માથું ઊચકી રહ્યું છે. આવતીકાલે બુધવારથી મોલ, મલ્ટીપ્લેકસ, હોટલ-રેસ્ટોરન્ટ સાથે ગેમ ઝોન અને જીમમાં પણ આ નિયમ લાગુ કરવામાં આવશે એમ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું. શહેર જિલ્લામાં ૩ કેસનો વધારો થયો છે. જેથી કોરોના કેસનો આંકડો વધીને ૧,૪૩,૯૭૫ થયો છે. જાહેર સ્થળો પર પણ વેક્સિન લીધી હોય તેને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. શહેરમાં ૦૧ અને જિલ્લામાં ૦૨ કેસ સાથે ગત રોજ શહેર જિલ્લામાં કોરોનાના વધુ ૦૩ કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૪૩૯૭૫ થઈ ગઈ છે. જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક ૨૧૧૬ થયો છે. ગતરોજ શહેરમાંથી ૧૦ અને જિલ્લામાંથી ૦૧ સહિત ૧૧ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં ૧૪૧૮૩૫ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૨૪ થઈ છે. ફરવાની મજા બાદ સુરતીઓ હવે રેપીડ ટેસ્ટ માટે લાઈનમાં ઉભા રહેવા મજબુર બન્યા છે. સુરત રેલવે સ્ટેશન ઉપર બહાર ગામથી આવતા દર્દીઓના રેપીડ ટેસ્ટ બાદ જ સુરતમાં પ્રવેશ આપવાની જાેગવાઇ બાદ રોજના ૮૦૦થી વધુ મુસાફરો રેપીડ ટેસ્ટ કરાવી સુરત રેલવે સ્ટેશનની બહાર આવી રહ્યા છે. પોઝિટિવ કેસ ડિટેક્ટ થતા વ્યક્તિની ઈચ્છા મુજબ નહીતર સ્મીમેર કે સિવિલ હેસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા પણ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. સેનેટરી સબ ઇન્સ્પેક્ટર ડીજે ગુજ્જરે જણાવ્યું હતું કે લગભગ ૭થી વધુ એક્સપ્રેસ અને સુપર ફાસ્ટ ટ્રેનોમાં મુસાફરોના રેપીડ અને ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ કરાય છે. રોજના ૭૦૦ લેખે ગણીએ તો એક અઠવાડિયામાં ૪૯૦૦ ટેસ્ટ કર્યા છે પરંતુ એક પણ પોઝિટિવ કેસ મળ્યો નથી. સોમવારથી મહાનગર પાલિકાની તમામ કચેરીઓ, બગીચાઓ, નેચર પાર્ક, ગોપી તળાવ, એક્વેરિયમ, સાયન્સ સેન્ટર, તરણકુંડો સહિતના જાહેર સ્થળોએ ફરજિયાત વેક્સિનેશન ચકાસણી ઝુંબેશનો કડક આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ દિવસે વેક્સિન સંદર્ભે ૧.૨૦ લાખ લોકોને ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી ૧.૧૧ લાખ વ્યકતિએ વેક્સિન મુકાવી હતી. જ્યારે રસી લીધી ન હોઇ તેવા ૮૮૯૯ લોકોને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. ૮૮૯૯ પૈકી અંદાજે ૮૪૪૯ લોકો સિટી-બીઆરટીએસ બસના મુસાફરો હતા. પાલિકાએ દરેક જાહેર સ્થળોએ કોઈ મુલાકાતીએ વેક્સિન ન લીધી હોય તો તેને ફરજીયાત રેપિડ ટેસ્ટ અનુરોધ કર્યો હતો. પાલિકાએ આ માટે તમામ મુખ્ય સ્થળોએ ટેસ્ટિંગની કામગીરી માટે પણ ટીમો મુકી છે. નિયમનો કડક અમલ શરૂ થતાં કચેરીઓ બહાર મુલાકાતીઓની લાંબી કતારો લાગી હતી. માર્શલ-સિક્યુરિટી ગાડ્‌?ર્સ સર્ટિની ખરાઈ કર્યા બાદ જ પ્રવેશ આપતા હતા. જેમણે રસી લીધી ન હોય તેમને પ્રવેશ અપાયો ન હતો. સેકન્ડ ડોઝ ન મુકાવનારામાં કતારગામ, લિંબાયત, ઉધના અને વરાછા-એ ઝોન વિસ્તારના વધારે છે. ૫થી ૬ અઠવાડિયા થયા હોવા છતા ન મુકાવનાર વરાછા-એમાં ૨૦ હજાર, કતારગામમાં ૧૮૩૭૭, લિંબાયતમાં ૧૬૬૧૮ લોકો છે. શહેરમાં ફુલ્લી વેક્સિનેટેડમાં અઠવા ૮૬ ટકા સાથે પ્રથમ, રાંદેર ૭૨ ટકા સાથે બીજા અને સેન્ટ્રલ ઝોન ૬૫ ટકા સાથે ત્રીજા ક્રમે છે.


Share to

You may have missed