ચપ્પુ વડે માથા-ગળા ભાગે જીવલેણ હુમલો કરતાં મોત નિપજ્યું,પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી,
તા.૦૧-૦૬-૨૦૨૧ નેત્રંગ,
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામે પતિ-પત્નીના ઝઘડો લોહીયાળ રંગે રંગાયો હતો.જેમાં હાથાકુંડી ગામમાં ભુપતભાઇ વસાવા અને સરલાબેન વસાવા બંને પતિ-પત્ની વચ્ચે આડાસબંધોની શંકા બાબતે બે-ત્રણ દિવસથી તકરાર ચાલી રહી હતી.જેમાં પતિ ભુપતભાઇ વસાવાએ પોતાની પત્ની સરલાબેન વસાવાના તેના ફળીયામાં જ રહેતા એક છોકરા સાથે આડાસબંધની શંકાએ ચપ્પુ વડે ગળા અને માથાના ભાગે જીવલેણ હુમલો કરતાં મોતના મુખમાં ધકેલાઇ ગઇ હતી.બનાવની પરીવારના સભ્યો અને આજુબાજુના રહીશોને થતાં ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા.આ બાબતે મરણજનાર સરલાબેન વસાવાના ભાઇએ મુકેશ વસાવાએ પોતાના બનેવી સામે વાલીયા પો.સ્ટેશનમાં ફરીયાદ આપતા પોલીસે ઘટનાની ગંભીરતા જાણી ગુનો નોંધી કાયદાકીય કાયઁવાહી હાથ ધરતાં હત્યારા પતિને જેલભેગો કરી દીધો હતો.પરીવારના સભ્યો અને ગ્રામજનોમાં શોકનો માહોલ પ્રસરી જવા માંડ્યો હતો.આ ગુનાની વધુ તપાસ વાલીયા પો.સ્ટેશનના પીઆઇ એસ.કે ગામિત કરી રહ્યા છે.
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો