October 15, 2024

ભરૂચ જિલ્લા ના અણખી ગામની સીમમાંથી ૧૧ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપી પાડતી ભરૂચ એલસીબી

Share to

જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારના અણખી ગામની સીમમાંથી ભારતીય બનાવટનો લાખો રૂપિયાનો વિદેશી દારૂ સહિત કુલ ૧૧ ૪૫ ૮૦૦/- નો મુદ્દામાલ સાથે બે આરોપી ને ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યા તથા અન્ય ત્રણ આરોપીઓ વોન્ટેડ જાહેર કર્યા અણખીનો વિક્રમ ઠાકોર પોલીસ પકડથી દૂર
જંબુસર પોલીસ ઊંઘતી હોય તેમ જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થતા ગેરકાયદેસર ગોરખધંધાને જીલ્લા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવે છે આજરોજ ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી રોહિત ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર અસરકારક કામગીરી કરી કેસો શોધી કાઢવા પ્રોહી ડ્રાઈવ અનુસંધાને પોલીસ ઈન્સ્પેક્ટર જે ઍનઝાલા ના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલસીબીની ટીમ જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી જે દરમ્યાન મળેલ બાતમી આધારે જંબુસર તાલુકાનાં અણખી ગામની સીમમાં વિક્રમભાઇ ખુમાનસિંહ ઠાકોર રહે અણખી ગામ નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ ટેમ્પો મંગાવી પોતાના ખેતરમાં મળતિયા તથા અન્ય આરોપીઓને બોલાવી વિદેશી દારૂનું કટિંગ કરતો હતો જેમાં રેડ દરમ્યાન રોયલ ચેલેન્જ ફાઇનેસ્ટ પ્રીમિયર વીસ્કી ૭૫૦ એ એલ ૪૪ બોક્ષ ૫૨૮ નંગ કિંમત ૨,૧૧,૨૦૦/- તથા રોયલ ચેલેન્જ ફાઇનેસ્ટ પ્રીમિયમ વિસ્કી ૧૮૦ એ એલ ૭૧ બોક્સ ૩૪૦૮ નંગ કિંમત ૩,૪૦,૮૦૦/- ટૂર બોર્ગ પ્રીમિયમ બિયર ૫૦૦ એમએલ ૨૨બોક્સ ૫૨૮ નંગ કિંમત ૫૨,૮૦૦/- તથા ટાટા ટેમ્પો કિંમત ૫,૦૦,૦૦૦/- ગ્લેમર મોટર સાયકલ કિંમત ૧૫,૦૦૦/- મોબાઈલ ૬ નંગ કિંમત ૨૬,૦૦૦/- કુલ મળી મુદ્દામાલ ૧૧,૪૫,૮૦૦/- સાથે ભરતભાઈ છોટુભાઈ ઠાકોર રહે મંજુલા ગામ બસ સ્ટેન્ડ સામે આમોદ તથા બંકટ શંકરભાઈ નિતલે હાલ રહે રાનિયાલ દહિસર મુંબઈ નાઓ ઝડપાઈ જવા પામ્યા જ્યારે વિક્રમ ખુમાનસિંહ ઠાકોર રહે અણખી તાલુકો જંબુસર તથા ટેમ્પા ડ્રાઈવર બાલાજી ઉર્ફે બાલુ અને મોટર સાયકલ ચાલક પોલીસ પકડથી દૂર રહ્યાં હતાં તેઓને વોન્ટેડ જાહેર કરાયા હતા બનાવ સંદર્ભે ભરૂચ એલસીબી એ કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ જંબુસર પોલીસને સોંપવામાં આવેલ છે તથા આ મુદ્દામાલ ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે તપાસનો ધમધમાટ ચાલુ છે હાલ જંબુસર પંથકમાં એસઓજી અને એલસીબીએ ધામા નાખી ગતરોજ ગેરકાયદેસર થતી પ્રવૃત્તિઓ ઝડપી પાડવામાં આવી હોય જંબુસર પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ હતી..


Share to

You may have missed