મારી પત્ની મારા ખિસ્સામાંથી પૈસા ચોરી લે છે : ગોવિંદસિંહ રાજપૂત

Share to

(ડી.એન.એસ), ડીસા, તા.૩

માત્ર બીજાની જ વાતો નથી કરતા પણ તેમની પત્ની પણ તેમના ખિસ્સામાંથી પૈસા સરકાવી લેતી હતી. મંત્રીએ આવું કહેતાની સાથે કાર્યક્રમમાં હાજર રહેલા લોકો હસી પડ્યા હતા. તેમને એમ પણ કહ્યું હતું કે, સામાન્ય રીતે પતિ પૈસા ગણીને તેમના ખિસ્સામાં નથી રાખતા અને આ વાતનો ફાયદો તેમની પત્ની ઉઠાવી લે છે. મંત્રીએ કહ્યું કે, સરકાર કરોડો રૂપિયા સ્વયં સહાયતા સમૂહને આપી રહી છે. જેમાં મહિલાઓ આર્ત્મનિભર બની રહે અને કોરોનાની મહામારી વચ્ચે તેમને તેમના વિસ્તારની સ્વયં સહાયતા સમૂહની મહિલાઓને ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા. આ પૈસા મહિલાઓને સેનિટાઈઝર બનાવવા માટે આપ્ય હતા. આ ત્રણ લાખ રૂપિયામાં એટલું સેનિટાઈઝર બન્યું હતું કે જે બજારમાં ૧૦ લાખ રૂપિયામાં મળતું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રહલાદસિંહ પટેલ, દમોહના ધારાસભ્ય અજય ટંડન, હટાના ધારાસભ્ય ઁન્ તંતવાય, પથરિયાના ધારાસભ્ય રામબાઈસિંહ પરિહાર. જબેરાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ અને વેરહાઉસિંગ કોર્પોરેશનના અધ્યક્ષ રાહુલસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.ઘરની વાત ચાર દીવાલની અંદર જ રહેવી જાેઈએ બહાર કોઈને પણ ખબર પડવી જાેઈએ નહીં. પણ શિવરાજના મંત્રી ગોવિંદસિંહ રાજપૂતે જાહેરમંચ પરથી તેમની પત્નીને લઈને એક વાત કહી દીધી. તેમને કહ્યું કે, મારી પત્ની મારા ખિસ્સામાંથી પૈસા ચોરી લે છે અને મને આ વાતની ખબર પણ નથી પડતી. તેમને આ કિસ્સો સ્વયં સહયતા સમૂહ બેંક ઋણ સ્વીકાર સમારોહમાં કહ્યો હતો. આ કાર્યક્રમ ૧ નવેમ્બરના રોજ ૭૫માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દમોહના માનસ ભવન ખાતે યોજવામાં આવ્યો હતો. પરિવહન મંત્રી ગોવિંદસિંહે જણાવ્યું હતું કે, પહેલા મહિલા સ્વયં સહાયતા સમૂહને લઇને ગંભીર હતી નહીં. પણ જેમ જેમ તેમને લાભ મળતા ગયા તેમ-તેમ મહિલાઓ આમાં સક્રિયતા દેખાડવા લાગી. પતિ બહાર પૈસા ખર્ચ કરીને આવે છે. પણ મહિલાઓ પૈસા કમાઈને તેમાં વધારો કરે છે. આ આદત મહિલાઓમાં પહેલાથી જ છે. તેમને જણાવ્યું હતું કે, સ્વયં સહયતા સમૂહથી મહિલાઓ જ્યારે પૈસા કમાતી નહોતી ત્યારે પતિના ખિસ્સામાંથી પૈસા ચોરી કરતી હતી પણ હવે આવું કરતી નથી.


Share to