પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ દ્વારા ભરૂચ જીલ્લાના અંકલેશ્વર, દહેજ, વાગરા, ગંધાર, જંબુસર વિસ્તારોમાં ONGC દ્વારા ક્રૃડ ઓઇલ કાઢવાના વેલ તથા ONGC ની પાઇપલાઇનો આવેલ છે જે પાઇપલાઇનો મારફતે ક્રૃડ ઓઇલ રીફાઇન થઇ કોયલી વડોદરા મુખ્ય પ્રોડક્શન બ્રાન્ચમાં જાય છે. જેમાં અમુક અસમાજીક તત્વો દ્વારા પાઇપલાઇનમાં પંચર કરી વાલ્વ લગાવી ક્રૃડ ઓઇલની ચોરી કરી ટેન્કરોમાં ભરી બારોબાર સગેવગે કરવાનાં ઓર્ગેનાઇઝ કૌભાડને પર્દાફાશ કરી ઝડપી પાડવા સારૂ ભરૂચ જીલ્લા LCB,SOG તથા તમામ થાણા અમલદારોને સુચના આપવામાં આવેલ જે અનુંસંધાને પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.નાઓ દ્વારા ઉપરોક્ત સુચનાની કડક અમલવારી કરી આવા ઓર્ગેનાઇઝ ક્રાઇમને રોકવા સારૂ એલ.સી.બી.ની અલગ અલગ ટીમો બનાવી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમ્યાન એલ.સી.બી.ની કાર્યરત ટીમને જાણ થયેલ કે જંબુસર તાલુકાના ખાનપુર ગામનો ઇકબાલ ઇસ્માઇલ પટેલ તેના મળતીયાઓ સાથે ONGC ની પાઇપલાઇનમાંથી પંચર કરી ક્રૃડ ઓઇલ ચોરી કરવાની ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ છે જેને ટેક્નિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સથી બાતમી આધારે સુરત ખાતેથી ઇકબાલભાઇ ઇસ્માઇલ પટેલ ઝડપી લઈ ભરૂચ એલ.સી.બી.ખાતે લાવી પરીણામલક્ષી સઘન અને ઉંડાણપુર્વક પુછપરછ કરતા તેને કબુલાત આપેલ કે પોતે તથા સાગરીત જાવેદ પટેલ તથા બીજા મળતીયાઓ સાથે ભેગા મળી જંબુસર નજીક ખેતરોની સીમમાં ONGC ની પાઇપલાઇનમાં પંચર કરી વાલ્વ બેસાડી ક્રૃડ ઓઇલની ચોરી કરી ટેન્કરો ભરેલ હોવાની હકિકતની જણાવતા તેના સાગરીત જાવીદને પણ ઝડપી પાડવામાં આવેલ અને તેઓ બંને આરોપીઓને સાથે રાખી તથા ONGC ના કર્મચારીઓને સાથે રાખી આરોપીઓના બતાવ્યા અનુસાર વાંસેટા ગામથી મંગણાંદ ગામ જતી ચાલુ ONGC ની પાઇપલાઇનમાં પાડેલ એક્ટીવ પંચર શોધી કાઢવામાં આવેલ જે અનુસંધાને કાયદેસરની કાર્યવાહી કરી જંબુસર પો.સ્ટે.પાર્ટ “એ”૧૧૧૯૯૦૨૭૨૨૧૦૭૧૬/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯, ૪૪૭, ૨૮૫, ૧૨૦(બી), ૧૧૪ તથા ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એક્ટ ની કલમ ૩,૭ તથા ધી પેટ્રોલિયમ & મિનરલ પાઇપલાઇન એક્ટની કલમ ૧૫(૧), ૧૫(૪), ૧૬(એ) મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ ભરૂચ એલ.સી.બી.દ્વારા હાથ ધરવામાં આવેલ છે. ઉપરોક્ત બંને પકડાયેલ આરોપીઓ તથા તેના મળતીયાઓએ ભેગા મળી શોધી કાઢવામાં આવેલ પંચરથી ફેબ્રુઆરી/૨૦૨૧ થી અત્યાર સુધીમાં ક્રૃડ ઓઇલની ચોરી કરી ટેન્કરો ભરી સગેવગે કરેલ હોવાનું તપાસમાં જણાવેલ અને હજુ વધુ ખુલાસા થવાની શક્યતા રહેલી છે.
પકડાયેલ આરોપીઓ
(૧) ઇકબાલભાઇ ઇસ્માઇલ પટેલ રહેવાસી- ખાનપુર, તા. જંબુસર જી.ભરૂચ
(૨) જાવીદભાઇ ઉર્ફે લખું ગુલામભાઇ પટેલ રહેવાસી- માંઇનો લીમડો, જંબુસર જી.ભરૂચ
વોન્ટેડ આરોપીઓ
(૧) ઇમરાનખાન રહીમખાન પઠાણ રહેવાસી- મંડાલી તા.જી. મહેસાણા
(૨) ઇકબાલમીંયા ગોરામીંયા સૈયદ રહેવાસી- આલમપુર, સૈયદવાસ,તા.જોટાણા જી.મહેસાણા
(૩) સંજયભાઇ લક્ષ્મણભાઇ નાદીયારહેવાસી- મંડાલી તા.જી.મહેસાણા
(૪) ઇમ્તીયાઝ જેનુ પુરૂ નામ સરનામુ મળી આવેલ નથી
(૫) ટેન્કરનો ડ્રાઇવર અલાઉદ્દીન રહેવાસી- મહેસાણા
(૬) કૈયુમ હસનખાન પઠાણ રહેવાસી-મંડાલી તા.જી.મહેસાણા
(૭) અસ્લમખાન મુસ્તુફાખાન પઠાણ રહેવાસી- મંડાલી તા.જી. મહેસાણા
(૮) એન.ડી.જેનુ પુરૂ નામ સરનામુ મળી આવેલ નથી
(૯) સાકીબ સાદીક પટેલ રહેવાસી- ખાનપુર તા.જંબુસર જી.ભરૂચ
- પાઇપલાઇનમાંથી ક્રૃડ ઓઇલમાં પંચર કરવા તથા વાલ્વ બેસાડવા ઉપયોગમાં લેવામાં આવેલ સાધનો તથા અન્ય મુદ્દામાલ
- નાના મોટા પાઇપ નંગ-૦૩
- પાવડા તથા ત્રીકમ નંગ-૦૩
- પતરાના તગારા નંગ-૦૨
- હોર્સ પાઇપ વાલ્વ વાળો નંગ-૦૧
- નાના મોટા પાના પક્ક્ડ નંગ-૦૭
- ટોર્ચ લાઇટ -૦૧
- ચપ્પુ નંગ-૦૧
- રબરના ગોળ પેકીંગ નંગ- ૦૩
- નાના મોટા નટ-બોલ્ટ ૦૮ જોડી
- સેલો ટેપ નંગ-૦૨
- લોખંડની કપ્લીન નંગ-૦૨
- બ્લાઇન્ડ કેપ નંગ-૦૧
- ટેપલોન ટેપ નંગ-૦૫
- મોબાઇલ નંગ-૦૨ કુલ મુદ્દામાલ- કિંમત રૂપીયા- ૭૨૧૦/-
આરોપીઓની M.O
પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી ઇકબાલ અગાઉ ONGC માં સર્વેયર તરીકે કામ કરી ચુકેલો છે જેથી તે ONGC ની તમામ કામગીરીની ગતિવીધીથી વાકેફ હોય અને પકડાયેલ બંને આરોપીઓ એકાબીજાના સંબંધી તથા જંબુસર વિસ્તારના સ્થાનિક હોવાના કારણે જંબુસર આસપાસના ભૌગોલીક વિસ્તારથી સંપુર્ણ વાકેફ હોય જેથી આ બંને આરોપીઓએ તેના મળતીયાઓ સાથે ભેગા મળી વાંસેટા ગામથી મગણાંદ ગામની વચ્ચે આવેલા જંબુસરની સીમમાંથી પસાર થતી ONGC ની પાઇપલાઇનમાં પંચર કરવા આયોજન કરી પંચર કરી વાલ્વ બેસાડી કૃડ ઓઇલ ચોરી કરી ટેન્કરો મારફતે સગેવગે કરી ગુનો કરવાની ટેવવાળા છે.
વોન્ટેડ ગુનાની વિગત
આ કામે પકડાયેલ બંને આરોપીઓ પૈકી આરોપી ઇકબાલ ઇસ્માઇલ પટેલ રહેવાસી- ખાનપુર, તા. જંબુસર જી.ભરૂચનો CID ક્રાઇમ વડોદરા ઝોન પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૦૨/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯, ૪૪૭, ૨૮૫, ૧૨૦(બી), ૧૧૪ તથા ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એક્ટ ની કલમ ૩,૭ તથા ધી પેટ્રોલિયમ & મિનરલ પાઇપલાઇન એક્ટની કલમ ૧૫(૧), ૧૫(૪), ૧૬(એ) મુજબના ગુનામાં નાસતા ફરતો હોવાની હાલ સુધી હકીકત જણાઇ આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીની વિગત
જે.એન.ઝાલા પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી. ભરૂચ, પો.સ.ઇ. એ.એસ.ચૌહાણ, વાય.જી.ગઢવી, એ.એસ.આઇ.પ્રદીપભાઇ, અ.હે.કો.ચેતનસિંહ, ઇરફાનભાઇ, સંજયદાન, જયેન્દ્રભાઇ, હીતેષભાઇ, અશોકભાઇ, નરેન્દ્રભાઇ, જોગેન્દ્રદાન તથા પો.કો. મહીપાલસિંહ, કીશોરસિંહ, શ્રીપાલસિંહ, વિશાલભાઇ વેગડ, નરેશભાઇ, મયુરભાઇ, ફીરોજભાઇનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.
More Stories
ભરૂચ જીલ્લા ક્વોરી ઑનર્સ એસોસિયેશનના સભ્યોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
* કુમસગામેથી સોલર સ્ટ્રીટલાઇટને બેટરીનો ભંગારમાં વેચાણ કરવા જતાં બે યુવક ઝડપાયા
નેત્રંગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખુખાર ચોર ટોળકીથી ભયનો માહોલ. = નેત્રંગ પોલીસની અફવાથી દુર રહેવા લોકોને અપીલ. = અસનાવી ગામે ખાણ ખનીજ વિભાગના વિજીલેનસ ટીમના અધિકારીઓને લોકોએ બાનમા લીધા.