September 7, 2024

આઈએસ દ્વારા કાબુલની હોસ્પિટલમાં બે હુમલા : ૧૯ના મોત

Share to

(ડી.એન.એસ), નવી દિલ્હી, તા.૦૩

અફઘાનિસ્તાનમાં તાલિબાનને સમર્થન આપનારા પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઇદ યુસુફે કહ્યું હતું કે આગામી દિવસોમાં અફઘાનિસ્તાન અંગે ભારતમાં જે કોન્ફરન્સ યોજાવા જઇ રહી છે તેમાં તેઓ નહીં જાેડાઇ. આ કોન્ફરન્સના હોસ્ટ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ છે. પત્રકારોની સાથે વાત કરતા પાક.ના એનએસએ યુસુફે કહ્યું હતું કે ૧૦મી નવેમ્બરે ભારતમાં યોજાનારી અફઘાનિસ્તાન પરની કોન્ફરન્સમાં તેઓ ભાગ નહીં લે. ભારત દ્વારા આ કોન્ફરન્સમાં જાેડાવા માટે પાકિસ્તાનના એનએસએને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેને શરૂઆતમાં સ્વિકારી લેવામાં આવ્યું હતું પણ હવે પાક.ના એનએસએનું કહેવુ છે કે તેઓ આ કોન્ફરન્સમાં નહીં જાેડાય.અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક સૈન્ય હોસ્પિટલની બહાર સીરિયલ વિસ્ફોટ થયા હતા, જેમાં જે બાદ ગોળીબાર પણ થયો હતો. આ હુમલામાં ૧૯ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે ૫૦થી વધુ લોકો ઘવાયા છે. ઘટનાને નિહાળનારા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે હોસ્પિટલની પાસે જ આ હુમલો થયો હતો. ઘાયલોને હાલ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.  જાેકે હુમલાની જવાબદારી કોઇ આતંકી સંગઠને નથી લીધી. બીજી તરફ આ હુમલા માટે આતંકી સંગઠન આઇએસ-કે જવાબદાર હોવાનું સામે આવ્યું છે. આઇએસના એક આતંકીએ હોસ્પિટલના પ્રવેશ દ્વાર પર ખુદને બોમ્બથી ઉડાવી દીધો હતો. જ્યારે અન્ય હુમલાખોરો ઇમારતમાં ઘુસી ગયા હતા. પ્રવેશ દ્વાર પર બે મોટા વિસ્ફોટ થયા હતા. જે બાદ હોસ્પિટલની અંદર ગોળીબાર પણ થયો હતો.  આ એક મોટો આતંકી હુમલો હતો, જેમાં કુલ ૧૯ લોકોનો ભોગ લેવામાં આવ્યો છે જ્યારે ૫૦થી વધુ લોકો ઘવાયા હતા. જેને સારવાર માટે કાબુલની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. હુમલાખોર આતંકીઓ ક્યા સંગઠનના હતા અને કેમ હુમલો કર્યો તે સ્પષ્ટ નથી થઇ શક્યું પણ જે વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો તે શિયા મુસ્લિમોનો વિસ્તાર હોવાને કારણે આઇએસ દ્વારા આ હુમલો કરાયો હોવાની શક્યતાઓ છે.


Share to

You may have missed